Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ સાથે તેમણે સતત 8મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમને બજેટની નકલ સોંપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમને દહીં અને ખાંડ ખવડાવીને શુભેચ્છા પાઠવી. આ પછી, નિર્મલા સીતારમણે બજેટ રજુ કરવાની શરુઆત કરી. આ બજેટમાં નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. અહીં જુઓ 15 મોટી જાહેરાત.
- નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવશે.
- આગામી 6 વર્ષ માટે મસૂર અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આ દેશના કાપડ ઉદ્યોગને મજબૂત બનાવશે.
- કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
- બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
- નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે.
- MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
- સ્ટાર્ટઅપ્સ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.
- મેક ઇન ઇન્ડિયા હેઠળ રમકડા ઉદ્યોગ માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવશે.
- 23 IIT માં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે - IIT પટનાનો વિસ્તાર કરવામાં આવશે.
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે શ્રેષ્ઠતા માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત.
- આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75 હજાર બેઠકો વધારવાની જાહેરાત.
- નાણામંત્રીએ કહ્યું કે, તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ખોલવામાં આવશે.
- સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે.
- ફૂટવેર અને લેધરના ક્ષેત્રો માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવશે. 22 લાખ લોકોને રોજગારી મળશે.
આ પણ વાંચો....