10 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કર્યો મોટો ખુલાસો, જાણો કઈ 14 ડિઝાઈન છે માન્ય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના કેન્દ્રીય બેંકે કહ્યું કે, ‘અત્યાર સુધી 10 રૂપિયાના 14 અલગ અલગ ડિઝાઈનવાળા સિક્કા જારી કરવામાં આવ્યા છે. આ તમામ સિક્કા માન્ય છે અને લેવડ-દેવડ માટે સ્વીકાર્ય છે. રિઝર્વે બેન્કે પણ તમામ બેન્કોને પોતાની શાખાઓમાં સિક્કા સ્વીકારવા આદેશ આપ્યો છે.’ વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...
આરબીઆઈએ કહ્યું કે આ સિક્કામાં અલગ અલગ ફિચર્સ છે જેથી આ આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના વિભિન્ન પહેલુઓને પ્રદર્શિત કરી શકે અને તે સિક્કાને અલગ અલગ સમયે જારી કરવામાં આવ્યા છે.
રિઝર્વ બેંકે કહ્યું કે, અસલી-નકલીના મુંઝવણના કારણે અનેક જગ્યા પર લોકો તથા વેપારીઓ 10 રૂપિયાના સિક્કા લેવા ઈનકાર કરી રહ્યા છે. આરબીઆઈ માત્ર એવાજ સિક્કા ચલણમાં લાવે છે જે સરકારી ટંકશાળામાં ઢાળવામાં આવે છે.
નવી દિલ્લી: 10 રૂપિયાના સિક્કાને લઈને બુધવારે રિઝર્વ બેંકે મોટી જાહેરાત કરી છે. કેટલાક વેપારીઓના 10 રૂપિયાના સિક્કા ન લેવાની ફરિયાદને ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્કે આજે કહ્યું કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનવાળા સિક્કા કાયદેસર ચલણમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -