યાહૂના 50 કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક, તાત્કાલીક બદલો પાસવર્ડ અને સિક્યૂરિટી સવાલ
વોશિંગ્ટન/નવી દિલ્હીઃ ઇન્ટરનેટ કંપની યાહૂએ સૌથી મોટા સિક્યુરિટી હેકની જાણકારી આપી છે. યાહૂએ દાવો કર્યો છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એક્ટએ 2014માં કંપનીના નેટવર્કથી 50 કરોડ યૂઝર્સ ડેટા એક્સેસ કર્યા હતા. યાહૂએ કહ્યું કે, યૂઝર્સના એકાઉન્ટથી જે માહિતી ચોરી કરવામાં આવી છે તેમાં નામ, ઈમેલ આઈડી, જન્મદિવસ, ટેલીફોન નંબર, પાસવર્ડ અને ઇન્ક્રીપ્ટેડ અને અન અન્ક્રીપ્ટેડ સિક્યૂરિટી સવાલ-જવાબ પણ સામેલ હોઈ શકે છે.
યાહૂએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ હેકના ભોગ બનેલ યૂઝર્સને તેની જાણકારી આપવામાં આવની સાથે જ અમે પણ સુરક્ષાને લઈને કડક પગલા લઈ રહ્યા છીએ. અમે યૂઝર્સને અન ઇન્ક્રીપ્ટેડ સવાલોની વેલિબિટી ખતમ કરી દીધી છે. જેથી સિક્યૂરીટી સવાલોનો જવાબ આપીને એકાઉન્ટ એક્સેસ ન કરી શકાય. 500 મિલિયન યૂઝર્સના ડેટા લીક થનારા આ વિશ્વનું સૌથી મોટું સિક્યૂરિટી હેક છે.
યાહૂએ તમામ યૂઝર્સને જેમણે 2014થી પાસવર્ડ બદલ્યા નથી તે તમામને પાસવર્ડ બદલવાની અપીલ કરી છે. સાથે જ કંપનીએ યૂઝર્સને સિક્યૂરિટી સવાલ અને જવાબ બદલવા પણ કહ્યું છે. એટલું જ નહીં જો તમે યાહૂના એક કરતાં વધારે એકાઉન્ટ ધરાવો છો તો બધાના પાસવર્ડ અને જાણકારી બદલો. આ હેક મામલે તપાસ ચાલી રહી છે. કંપનીએ જણાવ્યું કે, યૂઝર્સની જે જાણકારી ચોરી થઈ છે તેમાં બેંક વિગતો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની જાણકારી સામેલ નથી.