ઓટો એક્સપો 2018: કાર-બાઇકને પ્રમોટ કરતી મોડલ્સ કેટલો લે છે ચાર્જ ? જાણો વિગત
ઓટો એક્સપો વિજ્ઞાપન અને કમર્શિયલ વર્લ્ડમાં જવા માટેનું એક મોટું બેકગ્રાઉન્ડ છે. અહીંયા વિશ્વભરનું મીડિયા આવે છે અને આ લોકો પણ તેમના નજરોમાં આવે છે. જેનાથી આ મોડલ્સની વિઝિબિલટી પણ વધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આવી મોડલ્સે પેવેલિયન પર આવતા દરેક વિઝિટર્સને જોઈને સ્માઇલ આપવી પડે છે. જેના કારણે તેમના જડબામાં ઘણી વખત દુઃખાવો પણ થાય છે.
મોડલ બનીને ઉભી રહેતી છોકરીઓમાં મોટાભાગની દિલ્હી એનસીઆરની કોલેજમાંથી આવતી હોય છે. ઓટો એક્સપોમાં પ્રથમ વખત મોડલ બનીને ઉભી રહેનારી યુવતી એક દિવસમાં પાંચ હજાર રૂપિયા કમાઇ લે છે. જ્યારે પ્રોફેશનલ મોડલ એક દિવસનો 15 હજાર રૂપિયા ચાર્જ લે છે. વિદેશી મોડલ એક દિવસનો 20 થી 25 હજાર રૂપિયા ચાર્જ લે છે. આ ઉપરાંત જો સમગ્ર ઓટો શો દરમિયાનનું પેકેજ પણ મોડલ્સ દ્વારા ઓફર કરવામાં આવતું હોય છે.
શિયાળાની હાડ થીજવી નાંખતી ઠંડી હોવા છતાં આવી મોડલ્સે શોર્ટ ડ્રેસમાં ત્યાં ઊભા રહેવું પડે છે. જેનાથી બીમાર પડવાની શક્યતા વધી જાય છે. મોડલ્સના કહેવા મુજબ કાર પાસે ઊભા રહેવાથી કારનું ગ્લેમર વધી જાય છે.
આ છોકરીઓ માત્ર રૂપિયા માટે જ બૂથ બેબ્સ બનતી નથી. ઓટો એક્સપો દરમિયાન આ છોકરીઓ અનેક લોકોના સંપર્કમાં આવે છે. તેમના કોન્ટેક્ટ રહેવાથી મોડલિંગમાં આગળ વધવા માંગતી છોકરીઓને કરિયરનો ગ્રોથ થવાનો ચાન્સ વધી જાય છે.
નવી દિલ્હીઃ ઓટો એક્સપોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ કાર, બાઇક્સના મોડલ લોન્ચિંગ અને શોકેસમાં બૂથ બેબ્સ અર્થાત્ ગાડીઓને પ્રમોટ કરતી મોડલ્સ નજરે પડી રહી છે. આ પ્રમોશન મોડલ્સ કે બૂથ બેબ્સનું ઓટો શોમાં ચલણ નવું નથી. વધુને વધુ લોકો પેવેલિયન તરફ આકર્ષાય તે માટે શોર્ટ ડ્રેસમાં આવી મોડલ્સને ઉભી રાખવામાં આવે છે.
આ ઉપરાંત વિઝિટર્સ સેલ્ફીની ડિમાન્ડ કરે અને યુનિક લાગે તો તે પણ આપવી પડે છે. જ્યારે કોઇ પ્રકારનો ખતરો અનુભવાય ત્યારે બાઉન્સર્સને પણ બોલાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -