આજથી આ સરકારી બેંકની લોન થઈ મોંઘી, વ્યાજ દરમાં કર્યો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2019 02:29 PM (IST)
1
બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે, MCLRમાં ફેરફાર ગુરૂવારથી પ્રભાવિત થશે. નિવેદન અનુસાર, ત્રણ મહિનાની એમસીએલઆર 8.30 ટકા વાર્ષિકથી વધારી 8.50 ટકા થઈ ગઈ છે. આ રીતે 6 મહિનાની લોન માટે આ દર વધારી 8.50 ટકાથી વધીને 8.70 ટકા કરી દેવામાં આવ્યા છે. એક વર્ષના સમયગાળાની લોન માટે વ્યાજદર 0.1 ટકા વધારી 8.75 ટકા થઈ ગયા છે.
2
નવી દિલ્હીઃ આજે જાહેર થયેલી મૌદ્રિક નીતિ પહેલા જ દેશની મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડાએ વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બેંક ઓફ બરોડાએ વ્યાજ દરમાં 0.2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વધારાથી હોમ લોન, ઓટો અને અન્ય લોન મોંઘી થઈ જશે.
3
તમને જણાવી દઈએ કે, એમસીએલઆર તેવા દર હોય છે, જેના પર કોઈ બેન્કમાંથી મળતા વ્યાજના દર નક્કી થતા હોય છે. આનાથી ઓછા દર પર દેશની કોઈ પણ બેન્ક લોન નથી આપી શકતી, સામાન્ય ભાષામાં આ આધાર દર જ હોય છે.