નોટબંધી બાદ કેટલા લોકોએ ભર્યો ઇન્કમટેક્સ, મંત્રી પિયુષ ગોયલે બજેટ-2019માં કર્યો આ ખુલાસો
ગોયલે કહ્યું કે, ગયા વર્ષે જેટલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા, જેમાંથી 99.54 ટકા રિટર્ન ફાઇલ કરતાં જ કોઇપણ જાતનું ચેકિંગ કર્યા વિના જ સ્વીકૃત કરવામાં આવ્યા. ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યુ. હવે અધિકારીઓ અને કરદાતાઓ આમને સામને નહીં થાય. હવે 24 કલાકમાં જ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રૉસેસ થશે અને તરત જ રિફંડ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબજેટ રજૂ કરતાં નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નોટબંધી દેશ માટે સારુ પગલુ સાબિત થયુ. નોટબંધી બાદ દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યુ.
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અનુસ્થિતિમાં આ વખતે નાણામંત્રી પિયુષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે, બજેટમાં મધ્યમ વર્ગ અને કામદારો-નોકરીયાતોને લોભાવવાની કેટલીક જાહેરાતો કરવામાં આવી. સાથે સાથે નોટબંધી અને ઇન્કમ ટેક્સ અંગે પણ કેટલાક ખુલાસા કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -