✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

GSTને કારણે એક પર એક ફ્રી ઓફર્સ થઈ બંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2017 07:29 AM (IST)
GSTને કારણે એક પર એક ફ્રી ઓફર્સ થઈ બંધ
1

કન્ઝ્યુમર ગૂડ્ઝ માર્કેટમાં ઘણા સમયથી થોડીક મંદી ચાલે છે. છેલ્લા આઠ ત્રિમાસિક ગાળાથી પેકેજ્ડ પ્રોડક્ટ્સ કંપનીઓ અને હોટેલ/રેસ્ટોરન્ટ કંપનીઓનું વેચાણ નબળું પડ્યું હોવાથી તેઓ ડિસ્કાઉન્ટ સહિતની લોભામણી ઓફર્સ કરીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસ કરે છે.

2

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ ફ્રી પિત્ઝા અથવા એક સાથે એક પ્રી જેવી ઓફર્સ આપવી કંપનીઓ માટે નુકસાનકારક સાબિત થશે. જુલાઈમાં જીએસટી લાગુ થયા બાદ અનેક પેકેજ્ડ પ્રોડક્ટ્સ અને ફૂડ સર્વિસીસ કંપનીઓએ આ પ્રકારની ઓફર્સ બંધ કરી દીધી છે. જીએસટી અંતર્ગત કંપનીઓ દ્વારા ગ્રાહકને કોઈપણ વસ્તુ ફ્રીમાં આપવા પર કંપનીઓએ તેના પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે અને જ્યારે તે કોઈ પ્રોડક્ટને ફ્રીમાં વેચશે ત્યારે તેને તેના પર ઇનપુટ ક્રેડિટ પણ નહીં મળે. આ જ કારણે કંપનીઓ હવે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અન્ય રીત પર વિચાર કરી રહી છે.

3

કંપની ડિસ્કાઉન્ટ્સ, પ્રાઇસ-ઓફ અને પ્રોડક્ટ ગિવ અવે જેવી અલગ અલગ સ્ટ્રેટેજી અમલમાં મૂકશે એમ ગંભીરે ઉમેર્યું હતું. ભારતની ટોચની બે ફૂડ સર્વિસિસ કંપની જુબિલન્ટ ફૂડવર્ક્સ (ડોમિનો’ઝ પિત્ઝા, ડન્કિન ડોનટ્સ) અને યમ રેસ્ટોરન્ટ્સ (પિઝા હટ) પણ ‘બાય-વન-ગેટ-વન-ફ્રી’ સ્કીમ બંધ કરી રહી છે.

4

ટેક્સ નિષ્ણાતો સમજાવે છે કે, કંપની કંઈ પણ ફ્રીનો સપ્લાય કરે ત્યારે તેણે GSTનો બોજ વેઠવો પડે છે. આમાં, ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોક્ટર્સને આપવામાં આવતા ફ્રી લાભ પણ સામેલ છે. ડાબર અને મેરિકો જેવી અન્ય પેકેજ્ડ ગૂડ્ઝ કંપનીઓ પણ તેમની પ્રમોશનલ સ્કીમમાં કોમ્બો પેક અને પ્રાઇસ-ઓફ જેવી ઓફર સામેલ કરીને GSTને સુસંગત થવાના પ્રયાસ કરી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • GSTને કારણે એક પર એક ફ્રી ઓફર્સ થઈ બંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.