ગુજરાત પ્લાન્ટમાં મારુતિ સુઝુકી સૌથી પહેલા આ કારનું પ્રોડક્શન કરશે, જાણો
મારુતિ સુઝુકી બલેનો માઈલેજ - 1.2-લિટર VVT પેટ્રોલ: 21.4Km/l 1.3-લિટર DDiS ડીઝલ: 27.39Km/l અને ફીચર્સ - બોડી કલર્ડ ડોર હેન્ડલ, ORVMs અને બમ્પર્સ - ઇન્ડીકેટર્સને ORVMs પર ટર્ન કરી શકાશે - LED સાથે DRLs - એલોય વ્હીલ્સ - મલ્ટી ઇન્ફોર્મેશન સ્પીડોમીટર ડિસ્પ્લે (TFT કલર સાથે) - નેવીગેશન સીસ્ટમ - એપલ કારપ્લે - રિવર્સ પાર્કિંગ સેન્સેર્સ અને કેમેરા - ડ્યુઅલ એરબેગ્સ - EBD સાથે ABS - Anti-theft સિક્યુરિટી સીસ્ટમ.
મારુતિ સુઝુકી બલેનો ફીચર્સ- 1.2-લિટર VVT પેટ્રોલ (એન્જિન: 1197cc પાવરઃ 83bhp ટોર્કઃ 115Nm ટ્રાન્સમિશનઃ 5-સ્પીડ મેન્યુઅલ/ CVT) 1.3-લિટર DDiS ડીઝલ (એન્જિનઃ 1248cc પાવરઃ 74bhp ટોર્કઃ 190Nm ટ્રાન્સમિશન 5-સ્પીડ મેન્યુઅલ)
ડાયમેંશન- લંબાઈઃ 3,995mm પહોળાઈઃ 1, 745mm ઊંચાઈઃ 1,500mm વ્હીલબેસઃ 2,520mm ગ્રાઉન્ડ ક્લીયરન્સ: 170mm બુટ કેપેસિટિઃ 339-litres
બલેનો કાર મારુતિએ વિતેલા વર્ષે લોન્ચ કરી હતી. અત્યાર સુધી આ કારના 80 હજારથી વધારે યૂનિટ વેચાઈ ગયા છે. બલેનોની માગ એટલે છે કે તેને માટે 6-8 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. આગળ વાંચો આ કારના શું છે ફીચર્સ અને માઈલેજ.
મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે કંપનીની 35મી વાર્ષિક સબામાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બલેનોનાં લાંબુ વેઇટિંગ લિસ્ટને લઈને કંપની ખુશ નથી. એવામાં ગુજરાત પ્લાન્ટમાં થનારા પ્રોડક્શનથી આ વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો આવશે. ગુજરાત પ્લાન્ટની ક્ષમતા એક વર્ષમાં 15 લાખ કાર તૈયાર કરવાની છે. મારુતિના ભારતમાં હાલમાં બે પ્લાન્ટ છે, તેમાંથી એક ગુડગાંવ અને બીજો માનેસરમાં છે. આ બન્ને પ્લાન્ટી વાર્ષિક પ્રોડક્શન ક્ષમતા 15.5 લાખ યૂનિટ છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ગુજરાત પ્લાન્ટમાં બલેનોના પ્રોડક્શનને ચાલી રહેલ અટકળોનો અંત લાવી દીધો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાત પ્લાન્ટમાં સૌથી પહેલા બલેનોનું પ્રોડક્શન થશે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં અહીંથી બલેનોની સપ્લાઈ શરૂ થઈ જશે. તેનાથી લાભ એ થશે કે બલેનોનું લાંબા વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો આવશે.