ઇન્ફોસિસ કેસ હારી ગઇ, પૂર્વ સીએફઓને આપવા પડશે 12.17 કરોડ રૂપિયા અને વ્યાજ
તેના બાદ ઇન્ફોસિસે બંસલ વિરુદ્ધ કાઉન્ટર ક્લેમ નોંધાવતા પહેલા આપેલા 5.2 કરોડ રૂપિયાને સેવરન્સને રીફન્ડ કરવા અને અન્ય નુકશાનની ભરપાઈ કરવા પણ કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઇએ કે કંપની કોઈ કર્મચારીને નક્કી કરેલા સમય પહેલા નોકરી છોડવા કહે છે, ત્યારે તેને જે પેમેન્ટ આપવામાં આવે છે તેને સેવરન્સ પે કહેવાય છે.
ઉલ્લેખનિય છે કે, બંસલે 2015માં ઇન્ફોસિસને છોડી દીધી હતી અને તે કંપની છોડ્યા બાદ 17.38 કરોડ રૂપિયા સેવરન્સ પેમેન્ટની આશા કરી રહ્યા હતા. પણ કંપનીએ તેને માત્ર 5.2 કરોડ રૂપિયા જ આપ્યા અને બાકીની રકમ અટકાવી લીધી હતી કે, બંસલ કેટલીક જવાબદારીનું પાલન નથી કરી શક્યો. તેના બાદ બંસલે આ મામલે આર્બિટ્રેશનમાં લઈ ગયા હતા.
બેંગલુરુ: આઈટી કંપની ઇન્ફોસિસના પોતાના પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર રાજીવ બંસલ મામલે આર્બિટ્રેશન કેસ હારી ગઈ છે. આર્બિટ્રલ ટ્રિબ્યૂનલે ઇન્ફોસિસને તેના પૂર્વ સીએફઓ રાજીવ બંસલને સેવરન્સ પે 12.17 કરોડ રૂપિયા વ્યાજ સહિત આપવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -