Maruti Suzukiએ વેગનઆરની લિમિટેડ એડિશન 'ફેલિસિટી' કરી લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
લિમિટેડ એડિશન Maruti Suzuki વેગનઆરની પોઝિશનિંગ હાલની વેગનારથી અલગ કરવામાં આવી છે. લિમિટેડ એડિશનને સ્ટાન્ડર્ડ વેગનઆરના LXI અને VXI વેરિઅન્ટ પર તૈયાર કરવામાં આવી છે. તેની કિંમત 4.47 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 5.37 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાન્ડર્ડ વેગનઆરની તુલનામાં આ કારમાં થોડાઘણાં ફેરફાર કરવામાં આવ્યા ચે. નવી કારમાં બોડી ગ્રાફિક્સ અને રિયલ સ્પોઈલર જેવા નવા ફીચર તમને મળશે. કેબિનમાં પણ ઘણાં નવા ફીચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. બ્લૂટૂથ અનેબલ મ્યૂઝિક સિસ્ટમ, પીયૂ સીટ, સ્ટીયરિંગ કવર મળશે. સાથે જ રિવર્સ પાર્કિંગ સેન્સરની સાથે ડિસ્પ્લે અને વોઈસ ગાઈડન્સની સુવિધા આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ Maruti Suzukiએ પોતાની સુપરહિટ કાર વેગનઆરનું નવું લિમિટેડ એડિશન ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આ કારને વેગનઆર ફેલિસિટી નામથી બજારમાં ઉતારવામાં આવી છે.
એન્જિનમાં Maruti Suzukiએ કોઈ ખાસ ફેરફાર કર્યા નથી. તેમાં સ્ટાન્ડર્ડ વેગનઆરમાં જે છે તે 1.0 લિટરનું 3 સિલિન્ડર એન્જિન લાગેલ છે. આ એન્જિન 68 પીએસના પાવર અને 90 એનએમનો ટોર્ક આપે છે. એન્જિનની સાથે 5-સ્પીડ મેન્યુ્લ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -