સૌથી મોટા બેંક કૌભાંડના એક વર્ષ બાદ PNBને થયો 246.51 કરોડનો નફો, જાણો વિગત
નીરવ મોદીને લઇ પીએનબી ચેરમેને કહ્યું કે, આ મામલે અમે 100 ટકા જોગવાઇ કરી છે. શરાબ કારોબારી માલ્યાને લઇ સુનીલ મહેતાએ કહ્યું કે, તેની મિલકતની રિકવરી કાયદા મુજબ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ એક વર્ષ પહેલા ડાયમંડ કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકને લગાવેલા કરોડો રૂપિયાના ચુના બાદ પણ બેંકે નફો કર્યો છે. મંગળવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં બેંકનો ચોખ્ખો નફો 7.12 ટકા વધીને 246.51 કરોડ રૂપિયા થયો છે.
પંજાબ નેશનલ બેંકના ચેરમેન સુનીલ મહેતા જણાવ્યું કે, બેંક ખોટની ભરપાઇ કરવાના માર્ગે છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં બેંકે 16000 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી રિકવરીથી આશરે ત્રણ ગણી વધારે છે. ગ્રોસ એનપીએ 18.32 ટકાથી ઘટીને 16.33 ટકા થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -