✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રઘુરામ રાજનની RBIને સલાહ, કહ્યું- સિદ્ધુ ન બનો, દ્રવિડની જેમ અડગ રહો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2018 03:13 PM (IST)
1

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રિઝર્વ બેંકમાં રહેલા 9.60 લાખ કરોડ રૂપિયાની રકમ છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આટલી મોટી રકમ રિઝર્વ બેંકમાં જમા રહેવાનો કોઈ અર્થ નથી. સરકારના મત પ્રમાણે હાલની સ્થિતિમાં આટલી રકમ રિઝર્વ રાખવાનો કોઈ મતલબ નથી. કેન્દ્રીય બેંકના ખજાનામાંથી એક તૃતીયાંશ રકમ કાડીને દેશની સરકારી બેંકોમાં ઠાલવી નવી ઊર્જાનો સંચાર કરી શકાય છે. કેન્દ્રીય બેંક સરકારના આ પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા પર હુમલો માની રહી છે.

2

રાજને એમ પણ કહ્યું કે, હાલ જે સ્થિતિ છે તેને જોતાં કેન્દ્રીય બેંકની ભૂમિકા કારના સીટ બેલ્ટની જેવી છે. જે દુર્ઘટના રોકવા માટે જરૂરી હોય છે. રાજને કેન્દ્રીય બેંક તથા કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો, સેક્શન સાતના ઉપયોગ. એનબીએફસી સંકટ, સીએસી, સીઆઈસીને નોટિસ તથા આરબીઆઈના બોર્ડ સહિત અનેક મુદ્દા પર ખુલીને વિચાર વ્યક્ત કર્યા હતા.

3

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ ચાલી રહેલા મતભેદ વચ્ચે આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા નવજોત સિંહ સિદ્ધુની જેમ નિવેદનબાજી કરનારી નહીં પરંતુ રાહુલ દ્રવિડની જેમ ધીર ગંભીર ફેંસલા લેવાની હોવી જોઈએ.

4

રાજને કહ્યું કે, રિઝર્વ બેંકની સ્વતંત્રતાને જાળવી રાખવી દેશના હિતમાં છે અને આમ કરવું દેશની પરંપરા રહી છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલે સપ્ટેમ્બર 2016માં રઘુરામ રાજન પાસેથી કેન્દ્રીય બેંકની કમાન તેમના હાથમાં લીધી છે. કેન્દ્ર સરકાર 19 નવેમ્બરના રોજ થનારી આરબીઆઈ બોર્ડની બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે રાખીને રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે.

  • હોમ
  • બિઝનેસ
  • રઘુરામ રાજનની RBIને સલાહ, કહ્યું- સિદ્ધુ ન બનો, દ્રવિડની જેમ અડગ રહો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.