✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલ-ડીઝલ બાદ હવે રિઝર્વ બેંક આપી શકે છે મોટો ઝટકો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 May 2018 06:16 PM (IST)
1

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે આગામી મહિને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. આ વખતે ઝટકો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આપી શકે છે. આર્થિક બાબતોના એક્સપર્ટના જણાવ્યા મુજબ, આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે છે. જેનાથી લોનના ઈએમઆઈમાં ઘણો વધારો થશે.

2

જેના કારણે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, ટૂ વ્હીલર લોન સહિત તમામ પ્રકારની લોનનો ઇએમઆઇ વધી જશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ રીતે જ વધારો ચાલુ રહેશે તો આરબીઆઈ મોટું પગલું ભરવાથી પાછી પાની નહીં કરે. જો ઓગસ્ટમાં પણ આવી સ્થિતિ રહેશે તો આરબીઆઈ વ્યાજદરોમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરશે, જેનાથી લોકોના ખિસ્સા પર વધારે ભાર પડવાની સંભાવના છે.

3

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 4 જૂનથી શરૂ થશે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકના અંતે કમિટી નવા રેપો રેટની જાહેરાત કરશે. આ કમિટીમાં આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ સહિત કુલ 6 લોકો છે.

4

ક્રૂડ ઓઈલના ભાવ અને મોંઘવારી દર વધવાના કારણે આરબીઆઈ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. જો આરબીઆઈ રેપો રેટમાં ફેરફાર નહીં કરે તો પણ બેંકો તેમની તરફથી વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જેનાથી લોનધારકોએ વધારે વ્યાજ ચુકવવું પડશે.

  • હોમ
  • બિઝનેસ
  • પેટ્રોલ-ડીઝલ બાદ હવે રિઝર્વ બેંક આપી શકે છે મોટો ઝટકો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.