હવે 15 એપ્રિલ સુધી બની શકાશે Jioના પ્રાઈમ મેમ્બર, સમર સરપ્રાઈઝ ઓફરમાં 3 મહિના સુધી મળશે ફ્રી સેવા
આ સાથે જ કંપનીએ એક મોટી ઓફરની જાહેરાત કરી છે. જેનું નામ છે સમર સ્પેશ્યલ ઓફર. જો કોઈ વપરાશકર્તા 15 એપ્રિલ પહેલા 99 અને 303 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો કંપની તેને ત્રણ મહિના સુધી ફ્રી સેવા આપશે અને તેમનું રિચાર્જ કરવા માટે કરવામાં આવેલી રકમ જૂલાઈ મહિનાથી લાગુ કરાશે.
કંપનીએ પ્રેસ કોફ્રેસમાં જણાવ્યું કે, જિઓના અત્યાર સુધી 7.2 કરોડ વપરાશકર્તાઓ પ્રાઈમ મેમ્બરશિપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપનીએ પ્રાઈમ મેંમ્બરશિપને જોતા પોતાના તમામ વપરાશકર્તાને 99 અને 303 રૂપિયાના રિચાર્જ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. આ પહેલા 31 માર્ચ છેલ્લી તારીખ હતી જેને 15 એપ્રિલ કરવામાં આવી છે.
નવી દિલ્લી: જિઓના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપનીએ પ્રાઈમ મેંમ્બરશિપ લેવાની છેલ્લી તારિખમાં વધારો કરી 15 એપ્રિલ કરી છે. 31 માર્ચે જિઓની પ્રાઈમ મેંમ્બરશિપ રજિસ્ટ્રેશન કરવા માટેનો છેલ્લો દિવસ હતો. પરંતુ પોતાના વપરાશકર્તાઓને રાહત આપતા જિઓએ રજિસ્ટ્રેશન કરાવવા માટે 15 દિવસનો વધારો કર્યો છે.
જો 31 માર્ચ સુધી પ્રાઈમ મેંમ્બરશિપ નથી મેળવી શક્યા તો તમે 15 એપ્રિલ સુધીમાં મેળવી શકો છો. આ સાથે જ કંપનીએ જિઓ સમર સ્પેશ્યલ ઓફરની જાહેરાત કરી છે. જેમાં વપરાશકર્તાને ત્રણ મહિના સુધી ફ્રી સર્વિસ મળશે. 15 એપ્રિલ સુધી રિચાર્જ કરાવવા પર જૂન સુધી આ સેવાઓનો લાભ મેળવી શકાશે.
પ્રાઈમ મેમ્બરશિપ માટે વપરાશકર્તાએ 99 રૂપિયા આપવાના રહેશે, ત્યારબાદ 12 મહિના સુધી 303 રૂપિયાવાળો પ્લાન લઈને હેપ્પી ન્યૂ યર ઓફરમાં મળનારી સુવિધાઓનો એક વર્ષ સુધી લાભ મેળવી શકો છો. 303 રૂપિયા મહિનાના દર પર 28 જીબી 4G ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મેળવી શકો છો.