આ કારની કિંમત છે માત્ર 2.67 લાખ રૂપિયા, મારુતિની અલ્ટોને આપશે ટક્કર, જાણો ફીચર્સ
ભારતીય માર્કેટમાં રેનો ક્વિડનો મુકાબલો મારુતિ સુઝુકી અલ્ટો અને ડેટસન રેડી ગો સાથે થશે. આ બંનેમાં પણ ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે. ઓક્ટોબર 2019 સુધીમાં મારુતિ નવી અલ્ટો લોન્ચ કરવાની તૈયારીમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારમાં 54hp, 0.8-લીટર અને 68hp, 1.0-લીટર એમ બે પેટ્રોલ એન્જિનનો વિકલ્પ છે. બંને એન્જિનોની સાથે સ્ટાન્ડર્ડ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. ઉપરાંત 1.0-લીટર એન્જિનની સાથે 5 સ્પીડ એમએમટી ગિયરબોક્સનો ઓપ્શન પણ મળે છે.
નવી કારમાં સેફટી ફીચર્સને પણ અપડેટ કરવામાં આવ્યા છે. અપકમિંગ સેફ્ટી નોર્મ્સને ધ્યાનમાં રાખીને 2019 રેનો ક્વિડના તમામ વેરિયન્ટમાં એબીએસ, એક ડ્રાઇવર અને પેસેન્જર સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ એલાર્મ સિસ્ટમ આપવામાં આવી છે. આ સેફ્ટી ફીચર્સ ભારતમાં 1 એપ્રિલ, 2019થી તમામ ઓટો નિર્માતાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યા છે.
નવી કારમાં આપવામાં આવેલા અપડેટની વાત કરવામાં આવે તો તેમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ 7 ઈંચની જ રહેશે, પરંતુ હવે તેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીનો સપોર્ટ મળશે. અપડેટની સાથે જ ક્વિડ ભારતમાં આ ફીચર લાવનારી સૌથી સસ્તી કાર બની ગઈ છે.
આ ઉપરાંત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં હવે યુએસબી દ્વારા વીડિયો પ્લેબેક સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, ઉપરાંત એક પુશ ટૂ ટોક ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે. રેનોએ આપેલી જાણકારી મુજબ હવે યુએસબી ચાર્જરમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ફ્રેન્ચ ઓટો દિગ્ગજ કંપનીએ રેનોએ ભારતમાં તેની લોકપ્રિય કાર ક્વિડનું અપડેટ વર્ઝન લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે કંપનીએ 2019 રેનો ક્વિડની કિંમત જૂના મોડલની જેમ 2.67 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) જ રાખી છે. ટૉપ સ્પેસિફિકેશન્સવાળા 1.0 Climber AMTવેરિયન્ટની કિંમત પણ 4.63 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -