મોદીના કાર્યકાળમાં રૂપિયો અત્યાર સુધી સૌથી નીચલી સપાટીએ, મનમોહન સિંહની તુલનામાં થયો 16 રૂપિયાનો ઘટાડો
નરેન્દ્ર મોદીએ જ્યારે 26 મે 2014માં વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્યારે એક ડૉલરના મુકાબલે રૂપિયાની કિંમત 58 રૂપિયા 52 પૈસા હતી. આ પહેલા ઘણીવખત રૂપિયાએ 60નો આંકડો પાર કર્યો હતો. પીએમ મોદીના કાર્યકાળમાં અત્યાર સુધી ડૉલર સામે રૂપિયામાં 16 રૂપિયાનો તૂટ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનમોહનસિંહએ જ્યારે 22 મે 2009માં બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે ડૉલર સામે રૂપિયાની કિંમત 46 રૂપિયા 96 પૈસા હતા. એટલે કે બીજા કાર્યકાળમાં ડોલર સામે રૂપિયો 11 રૂપિયા જેટલો કમજોર પડ્યો હતો.
નવી દિલ્હી: અમેરિકી ડૉલર સામે રૂપિયામાં સતત ધટાડો જારી છે. આજે ડોલરના મુકાબલે રૂપિયો 74.27ના સ્તર સુધી ગગડ્યો છે. આ પહેલા સોમવારે ડોલર સામે રૂપિયો 30 પૈસા તૂટીને 74.06 પર બંધ થયો હતો. રૂપિયાની કિંમતમાં ઐતિહાસિક ઘટાડાને લઈને વિપક્ષ વડપ્રધાન મોદી પર સતત નિશાન સાધતું રહ્યું છે.
કૉંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘મોદીજી કંઈક તો જવાબ આપે, જૂના ભાષણને યાદ કરે,’ ઉલ્લેખનીય છે કે, ડૉલરના મુકાબલે રૂપિયામાં ઘટાડાને લઈને પીએમ મોદીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -