SBI ગ્રાહકો ધ્યાન આપો! બેંકે બદલ્યો નિયમ, હવે કોઈપણ બ્રાન્ચમાં જમા કરી શકાશે આ ફોર્મ
15 જીમાં ખોટી માહિતી પર આવકવેરા અધિનિયમની કલમ 277 હેઠળ દંડ લાગે છે. ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે જો આ ફોર્મમાં ખોટી માહિતી આપવામાં આવે તો ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે ઉપરાંત દંડ પણ લાગી શકે છે. જો 25 લાખ કરતાં વધારે કરચોરીનો કેસ હોય તો તેને સાત વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેક્સ નિષ્ણાત જણાવે છે કે ફોર્મ 15g અને ફોર્મ 15h એક ફોર્મ( સ્વરૂપ) છે, જે તમે તમારા બેંકમાં જમા કરી શકો છો. એ ખાતરી કરવા માટે કે તમારી આવક જે તમે જમા કરાવો છો તેના પર કોઇ અન્ય ટેક્સનું ભારણ નથી. તો એ રકમ ટીડીએસમાં કપાત થશે નહીં. આ ફોર્મ દર વર્ષે જમા કરાવવાનું હોય છે.
નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈમાં જેમણે એફડી કરાવી છે તેના માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બેંકે નવી સુવિધા શરૂ કરી છે જે અંતર્ગત ગ્રાહકો હવે થી 15G/15H કોઈપણ બ્રાન્ચમાં જમા કરાવી શકશે. બેંક એફડીના વ્યાજ પર ટીડીએસ કપાય. જો એફડી પર વ્યાજની રકમ 10,000 કરતાં વધારે હોય તો જ બેંક ટીડીએસ કાપે છે. બજેટ 2018ના અનુસાર વરિષ્ઠ નાગરિકો માટે 10,000 રૂપિયાની મર્યાદા વધારીને 50,000 થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -