આ સરકારી બેંકમાં 9000 પોસ્ટ માટે છે વેકેન્સી, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ
નવી દિલ્હીઃ બેંકમાં નોકરી માટે તૈયારી કરનારાઓ માટે ખુશખબર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લર્ક ગ્રેડની 9000થી વધારે વેકેન્સી નીકળી છે. નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી છે. એસબીઆઈએ ક્લર્ક ગ્રેડ માટે કુલ 9633 વેકેન્સી નીકળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલુ હોવું જોઈએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. જે લોકો પહેલાથી SBIમાં ક્લેરિકલ અથવા ઓફિસર કૈડરમાં કામ કરી રહ્યા છે, તે અપ્લાય નહીં કરી શકે.
મહત્તમ ઉંમર 28 વર્ષ અને લઘુત્તમ ઉંમર 20 વર્ષ હોવી જોઈએ. સરકારના નિયમો અનુસાર રિઝર્વેશન કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટ મળશે.
આ લિંક પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન કરો. ત્યાર પછી એપ્લિકેશન ફીની ચુકવણી કરવી પડશે. https://bank.sbi.careers
શિડ્યુલ અનુસાર, SBI ક્લર્ક પ્રીલિમિનરી પરીક્ષાનું આયોજન માર્ચ/એપ્રિલ 2018માં થશે અને મુખ્ય પરીક્ષાનું આયોજન 12 મે, 2018ના રોજ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -