Vodafone, idea અને airtel 20 કરોડ યૂઝર્સના મોબાઈલ કનેક્શન કરી શકે છે બંધ, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2018 08:02 AM (IST)
1
હાલ આ એરટેલના આશરે 10 કરોડ લોકો આ મર્યાદામાં આવી રહ્યાં છે. તો વોડાફોન અને આઈડિયાના આશરે 15 કરોડ યુઝરના કનેક્શન બંધ થઇ શકે છે.
2
ભારતી એરટેલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિત્તલે કહ્યું, વાયરલેસમાં અમારા લગભગ 330 મિલિયન યૂઝર્સ છે, પરંતુ આંકડાને જુઓ તો મોટી સંખ્યામાં એવા યૂઝર્સ છે જે આ શ્રેણીના ખૂબ જ નીચલા સ્તર પર છે.
3
ભારતી એરટેલ 25 રૂપિયામાં શરુ થનારા સાત પ્લાન બજારમાં ઉતાર્યા છે. જ્યારે વોડાફોને આ રીતે પાંચ પ્લાન જાહેર કર્યાં છે.
4
નવી દિલ્હીઃ દેશની ટોચની ટેલીકોમ કંપનીઓ જેમ કે વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલ ટૂંકમાં એવા ગ્રાહકોના મોબાઈલ કનેક્શન બંધ કરી શકે છે જે દર હમિને 25 રૂપિયાથી ઓછો ખર્ચી કરી રહ્યા છે. જો આમ થાય તો ઓછામાં ઓછા 20 કરોડ 2જી યૂઝર્સના મોબાઈલ કનેક્શન બંધ થઈ શકે છે.