સુઝુકી એક્સેસ 125 પાંચ કલરમાં અને CBS સાથે થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
નવું એક્સેસ 125 હોન્ડા એક્ટિવા 12 અને નવી હીરો ડેસ્ટિની 125ને ટક્કર આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી સુઝુકી એક્સેસ 125 બ્લૂ, સિલ્વર, રેડ, બ્લેક, મેટાલિક ગ્રે એમ પાંચ કલરમાં ઉલબ્ધ છે. આ સ્કૂટરમાં કંપનીએ શ્રેષ્ઠ ફીચર્સ આપ્યા છે. જેમાં આકર્ષક એલોય વ્હીલ, એનાલોગ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, વન પુશ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ, ફ્રન્ટ પોકેટ, ચાર્જિંગ સિસ્ટમને સામેલ કરી છે. આ સ્કૂટર 60 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપશે તેવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં કંપનીએ 5.6 લીટરની ફ્યૂલ ટેન્ક આપી છે. સુઝુકી એક્સેસનું કુલ વજન 101 કિલોગ્રામ છે.
સુઝુકી એક્સેસ 125ના જૂના મોડલમાં કંપનીએ ડ્રમ બ્રેકનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ નવા મોડલમાં કંપનીએ બ્રેકિંગ સિસ્ટમને વધારે મજબૂત કરીને નવી કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમને સામેલ કરવામાં આવી છે. બ્રેકિંગ સિસ્ટમને બાદ કરતાં આ સ્કૂટરમાં અન્ય કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કંપનીએ પહેલાની જેમ જ આ મોડલમાં પણ 125 સીસીની ક્ષમતાના એરકૂલ્ડ એન્જિનનો પ્રયોગ કર્યો છે. જે સ્કૂટરને 8.4 બીએચપીનો પાવર અને 10.2 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનનો ઉપયોગ કંપનીએ તાજેતરમાં રજૂ કરેલી મેક્સી સ્કૂટર બર્ગમેન સ્ટ્રીટમાં પણ કર્યો છે.
નવી દિલ્હીઃ સુઝુકીએ ભારતીય માર્કેટમાં તેના લોકપ્રિય સ્કૂટર એક્સેસ 125ને નવી ટેક્નોલોજી અને લેટેસ્ટ ફીચર્સ સાથે લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ સ્કૂટરમાં નવી કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS)ને સામેલ કરી છે. જેનાથી રાઇડ પહેલા કરતાં પણ વધારે સુરક્ષિત થઈ જશે. આ નવું ફીચર સામેલ કરવામાં આવ્યા બાદ સુઝુકી એક્સેસ 125ની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. નવા એક્સેસ 125ની કિંમત 56,667 રૂપિયા એક્સ શોરૂમ દિલ્હી થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -