✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે 130 રૂપિયામાં જુઓ 100 ચેનલ! TRAIએ જારી કર્યા નવા નિયમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2018 08:00 AM (IST)
1

નવા નિયમ અનુસાર 100 ફ્રી ટૂ એર ચેનલ માટે અંદાજે 130 રૂપિયા આપવા પડશે. લોકલ કેબલ ઓપરેટર્સ, DTH અને બ્રોડકાસ્ટર્સ પર નિયમો લાગુ પડશે. નવા ફ્રેમવર્કનો ભંગ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી થશે. 29 ડિસેમ્બરથી દેશભરમાં આ નિયમો લાગુ થશે.

2

નવી દિલ્હીઃ ટીવી જોવાના શોખીનો માટે ખુશખબર છે. હવે કેબલ અને ડીટીએચનો ઉપયોગ કરનાર ગ્રાહકોને સસ્તામાં સર્વિસ મળશે અને મનપસંદ ચેનલ્સ જોવા માટે અલગથી ખર્ચ નહીં કરવો પડે. હવે જેટલી ચેનલ્સ જોશો, એટલા જ રૂપિયા ચૂકવવા પડશે.

3

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ કેબલ અને બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રી માટે નવા નિયમો જાહેર કરી દીધા છે. નવા નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થશે.

4

નવા નિયમ અનુસાર, ગ્રાહકોને કોઈ ચેનલ જબરજસ્તી બતાવવામાં આવશે નહીં. જે ચેનલ ગ્રાહક જોવા માંગશે તેના જ પૈસા આપવાના રહેશે. નવા રેગ્યુલેશનથી ગ્રાહકોના હિતોની રક્ષા થશે. દરેક ચેનલ માટે નક્કી એમઆરપી (મેક્સિમમ રિટેલ પ્રાઇસ) ઇલેક્ટ્રોનિક યુઝર ગાઇડમાં આપવી પડશે. આથી ચેનલ માટે વધારાના પૈસા વસુલી શકાશે નહીં.

  • હોમ
  • બિઝનેસ
  • હવે 130 રૂપિયામાં જુઓ 100 ચેનલ! TRAIએ જારી કર્યા નવા નિયમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.