Crime News:શનિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં દિવાળી બોનસ આપવાનો ઇનકાર કરવા બદલ એક ઢાબા માલિકની તેના બે કર્મચારીઓએ છરી વડે હુમલો કરીને હત્યા કરી દીધી.  પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ રાજુ ઢેંગરે તરીકે કરવામાં આવી છે, જેને શનિવારે વહેલી સવારે નાગપુર ગ્રામીણ વિસ્તારના કુહી ફાટા નજીકના ઢાબા પર તેના કર્મચારીઓ દ્વારા કથિત રીતે ગળું દબાવવામાં આવ્યું હતું અને બાદ , છરીથી મારવામાં આવ્યો હતો. માલિકે કર્મચારીઓના દિવાળી બોનસની માંગણી નકારી કાઢી હતી.


હુમલાખોરો છોટુ અને આદિ, મધ્યપ્રદેશના માંડલાના રહેવાસીઓ છે. બંને આરોપી  હજુ પણ ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે, ઢાબાના માલિકે  એક મહિના પહેલા તેને નોકરી પર રાખ્યા હતા.


પોલીસે જણાવ્યું હતું કે, દિવાળી પર પૈસા અને બોનસની માંગણીને લઈને શેઠ  સાથે  બંને આરોપીને  ઝઘડો થયો હતો. માલિક તેને બોનસ આપવા તૈયાર હતો પરંતુ દિવાળી બાદ, આ શરતના કારણે બંને રોષે ભરાયા હતા અને . રાત્રિભોજન પછી જ્યારે તે  સૂવા ગયો ત્યારે બંનેએ તેમનું ગળું દબાવ્યું બાદ છરી વડે હુમલો કરીને મોતના ઘાટ ઉતારીદીધો


 પીડિત માલિક તાલુકાના સુરગાંવ ગામના ભૂતપૂર્વ 'સરપંચ' (ગામના વડા) હતા અને તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી હતી. આ ઘટના અંગે વિસ્તારના એસપી હર્ષ એ પોદ્દારે જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ હત્યા પાછળનું કારણ નાણાંકીય મુદ્દો હોવાનું જણાય છે, પરંતુ 'રાજકીય દુશ્મનાવટના પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. એસપી પોદ્દારે કહ્યું, 'કેસની તપાસ વિવિધ એંગલથી કરવામાં આવી રહી છે.'