બનાસકાંઠા: દાતા તાલુકાના 42 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપિડીનો મોટો મામલો સામે આવ્યો છે.  ટ્રેક્ટરના નામે  ખેડૂતો સાથે મોટી  છેતરપિંડી આચરવામાં આવી છે. જાણીએ શું છે સમગ્ર મામલો

Continues below advertisement

શું છે સમગ્ર મામલો

બનાસકાંઠાના દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં 6 મહિના પહેલા દાહોદના એક વ્યક્તિએ આ 42  ખેડૂતોને ટ્રેક્ટર અપાવીને તેના ટ્રક્રટરને ભાડે લઇને જઇને ટ્રેક્ટરનું ભાડુ આપવાની સાથે  EMI પણ ભરવાનો વાયદો કર્યો હતો આટલું જ નહી ઉપરાંત તેમને ટ્રેક્ટ ભાડા પેટે આપવા બદલ મહિને 20 હજાર રૂપિયા ચૂકવવાનો પણ  વાયદો કર્યો હતો.                                                  

Continues below advertisement

 ઉલ્લેખનિય છે કે, દાતા તાલુકાની કવોરી આવેલી છે અને આ ક્વોરીમાં ટ્રેક્ટર ભાડેથી  ફરે અને ખેડૂતનો લોનના હપ્તો પણ ભરાઇ તેવો વાયદો હતો. આ મુજબ ખેડૂતોએ તેમના ડોક્યુમેન્ટ પર લીધેલી લોનના પરના ટ્રેક્ટર ક્વોરી પર ભાડે આપ્યા હતા પરંતુ  થોડા  મહિના બાદ  ખેડૂતને પૈસા મળતા બંધ થઈ ગયા અને  ટ્રેક્ટરના EMI પણ ભરાવાવનું બંધ થઇ ગયું.  બાદ ખેડૂતો ક્વોરી પર તપાસ કરવા પહોંચ્યાં તો ત્યાં ખેડૂતોના ટ્રેક્ટર પણ ન હતા કે એ શખ્સ પણ ન હતો. જેના વાયદાના આધારે ખેડૂતોએ  ટ્રેક્ટર ભાડે આપ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને 42 ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંઘાવી છે. બનાસકાંઠાના 42 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપિંડીના મામેલ પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યો છે.                                        

આ પણ વાંચો

ISO Bill 2023:મોદી સરકાર લાવી રહી છે ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ, જાણો શું છે આ Bill અને તેના ફાયદા

Watch Video: રાહુલ ગાંધીના કિસ સીન બાદ CM ગહલોતે શેર કર્યો મહોબ્બતનો આ વીડિયો, કેપ્શનમાં લખ્યું મહોબ્બત કી દુકાન

Heavy Rain Warning: 13 ઓગસ્ટથી દેશના આ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી,હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Rajkot: રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાનું કૌભાંડ, વેરહાઉસનો મેનેજર સ્ટીકર બદલવાના આપતો હતો રૂપિયા