કચ્છઃ કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો છે. ગાડી ચાલકે અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ. કોઇ સેફ્ટીના સાધન ન હોવાને કારણે યુવાન ઊંચેથી નીચે પટકાયો. માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ચાર દિવસ બાદ ફરિયાદ નોંધાઈ.


પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેક્ટરે માંડવી પોલીસને ગત 13 નવેમ્બર 2021ના લેખિત આદેશ આપ્યો હતો. માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, મકરસંક્રાંતિના દિવસે ભૂજનો રીફ સલીમ બલોચ (ઉં.વ.23) માંડવી બીચ પર ફરવા ગયો હતો. પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલકે 25 ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. આ દુર્ગટનામાં યુવકને  કમરના ભાગે ઇજા પહોંચી હતી.  ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Ahmedabad : યુવકને પાડોશણ સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમિકાએ યુવકની પત્નિને કહ્યુંઃ તારા સસરા સાથે જલસા કરીને ખુશ રાખ.... 


અમદાવાદઃ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ અને તેના સસરા સામે ફરિયાદમાં ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેને પાડોશી યુવતી સાથે આડાસંબંધ છે. તેમજ તેના સસરા તેની સાથે અડપલા કરે છે. એટલું જ નહીં, યુવતીનો આક્ષેપ છે કે, તેની નણંદો પણ તેમના પિતાનો પક્ષ લઈ રહ્યા છે અને તેઓ કહે તેમ કરવાનું કહે છે. એટલું જ નહીં, પરણીતાએ તો ત્યાં સુધી આક્ષેપો કર્યા છે કે, પાડોશણે તેને સલાહ આપી હતી કે, તે પરણીતાના પતિને ખુશ રાખી રહી છે. પરણીતા તેના સસરાને ખુશ રાખે. 


આ અંગેની વિગતો એવી છે કે, સોલા વિસ્તારની 31 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,  તેમના વર્ષ 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી. પતિને કારણે પત્નીને પણ આ બીમારી લાગુ પડી હતી. જોકે, સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં મારતી હતી. એટલું જ નહીં, તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. આ અંગે પરણીતાએ પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો અને યુવતીને પિયર મુકી ગયા હતા. અંતે પરણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના 1 મહિના સુધી પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. થોડા સમય પછી પરણીતાને જાણ થઇ હતી કે પતિને પડોશમાં રહેતી યુવતી સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે પતિને પૂછતા ઝગડો કરી મારઝુડ કરી હતી.