Crime News: દ્વારકાના ખંભાળિયા ખાતે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં આરોપી પોલીસ કર્મચારી સામે ખંભાળીયા પોલીસમાં ગુનો નોંધાયો છે. ખંભાળિયામાં રહેતા પોલીસ કર્મચારી મેહુલ રાઠોડે 25 વર્ષની એક યુવતી સાથે દુષ્કર્મ આચરયાની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. મેહુલ રાઠોડ સામે આઈ.પી.સી. કલમ 376 મુજબ ગુનો નોંધાયો છે.
સુરતમાં કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ આચરતા અરેરાટી
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં 14 વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી. 14 વર્ષની થયા બાદ તેની સાથે પિતાએ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા. બાળકી હિંમત કરી આગળ આવી અને અડાજણ પોલીસ મથકમાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની ફરિયાદને આધારે ચાર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં ઉછીના પૈસા પાછા ન આપવા પડે તે માટે યુવકે પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી
સુરત: શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવકે પોતાના પરિચિત પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે યુવકે પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી, જે બાદ લેણદારે મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટનામાં મહિલાએ પતિથી છુટાછેડા લીધા બાદ પતિ અને લેણદાર સહીત ૩ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે લેણદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ મુજબ તેનો પતિએ પરિચિતો પાસેથી વર્ષ ૨૦૧૭ની સાલમાં ઉછીના ૪૦ હજાર રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે મને (પરિણીતાને) લેણદારના હવાલે કરી દીધી હતી. જેમાં લેણદાર રમેશભાઈ શીગાળાએ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહી મહિલાનો પતિ પણ શારીરિક માનસિક ત્રાસ આપી લેણદાર રમેશભાઈના તાબે રહેવા માટે ધાક ધમકીઓ આપતો હતો.
આખરે આ ત્રાસના કારણે કંટાળી પરિણીતાએ તેના પતિથી છુટા છેડા લઇ લીધા હતા. તેમ છતાં તેના પૂર્વ પતિ દ્વારા તેણીને બદનામ કરાતા આખરે પરિણીતાએ ત્રણ વર્ષ બાદ ગત ૨૯-૦૩-૨૦૨૨ ના રોજ કતારગામ પોલીસ મથકમાં પૂર્વ પતિ સહીત ત્રણ લોકો સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે લેણદાર રમેશ ભાઈ ઉર્ફે છગનભાઈ કરમશી ભાઈ શિંગાળાની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.