Crime News: અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી દીકરી અને પિતાના સંબંધને લાંછન લગાડ્યું છે. હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો. અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે
"મેં કુછ ગલત નહીં કર રહા, અગર યે બાત કિસી ઔર કો બતાયેગી, તો કોઈ યકીન નહીં કરેગા". આ શબ્દો કહેતા- કહેતા નરાધમ પિતા પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો. આરોપી સગા બાપે તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો. માત્ર આટલું જ નહીં, જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો
નરાધમ પિતાએ હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે લગ્નના 7 મહિના થયા બાદ પણ તેની દીકરી સાથે શારીરિક સંબંધ યથાવત રાખ્યો. ચાલુ વર્ષે રમજાન મહિનામાં જ્યારે દીકરી ઘરે આવી હતી ત્યારે પવિત્ર રમજાન માસમાં પણ નિષ્ઠુર બનેલો બાપ તેની કરતૂત ભૂલ્યો ન હતો અને બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું. આરોપી પિતાને પીડિત યુવતી સાથે કુલ પાંચ દીકરીઓ છે. જેની સાથે પણ આરોપી પિતા દુષ્કર્મ કરવાની ધમકી આપતો રહેતો.
દીકરીના જન્મ બાદ પિતાએ માત્ર આ કારણે નવજાત બાળકીને ફ્લોર પર પટકી કરી નાખી હત્યા
પીલીભીતમાં બનેલી ઘટના બાદ પોલીસ આરોપી પિતાને શોધી રહી છે. બાળકીની માતાનો આરોપ છે કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેના પતિએ તેના પેટ પર ઘણી વખત લાત મારી હતી અને ધમકી આપી હતી કે, ફરીથી બાળકીનો જન્મ થશે તો તેને છૂટાછેડા આપી દઇશ
ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીંના એક ખાનગી ક્લિનિકમાં 37 વર્ષીય વ્યક્તિએ તેની બે દિવસની બાળકીને ફ્લોર પર પટકીને મારી નાખી, . જેના કારણે બાળકીનું મોત થયું હતું. કહેવાય છે કે બે દીકરીઓ થયા પછી તેને એક દીકરો જોઈતો હતો, પરંતુ દીકરીનો જન્મ થતાં પિતાએ આવું ક્રૂપ પગલું ભર્યું. તેમની પત્ની શબ્બો બેગમે પોલીસ ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેમની બે દીકરીઓના જન્મ પછી ફરી દીકરીનો જન્મ થતાં પતિએ દીકરીની હત્યા કરી દીધી.
પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે જ્યારે મેં બાળકીને જન્મ આપ્યો ત્યારે મારા પતિએ બાળકીને પોતાના હાથમાં લઈને તેને જમીન પર ફેંકી દીધી હતી. બાળકીનું મોત થયું હતું. તેણીએ કહ્યું કે બાળકને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ હતી અને ડોકટરોએ તેમને બાળકીને વધુ સારી તબીબી સુવિધાઓવાળી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી, પરંતુ તેના પતિએ ના પાડી. 28 વર્ષીય શબ્બો બેગમના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલા સીમાંત ખેડૂત 32 વર્ષીય મોહમ્મદ ફરહાન સાથે નિકાહ થયા હતા. તે પુરનપુર કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળના સિરસા ગામમાં તેની બે પુત્રીઓ સાથે રહે છે. તેણે આરોપ લગાવ્યો કે જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે તેના પતિએ તેના પેટ પર ઘણી વાર લાતો મારી હતી અને દીકરીનો જન્મ થશે તો ડિવોર્સ આપવાની પણ ધમકી આપી હતી.