અમદાવાદઃ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પરિણીત યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની પરણીતાએ ફરિયાદ નોંધાવી છે. હુસેન નાથુ રંગરેઝ નામના યુવકે યુવતીને પ્રેમમાં ફસાવી હતી. તેમજ યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ અંગે મહિલા પૂર્વ પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના નિકોલ વિસ્તારની 30 વર્ષીય પરણીતા તેના પતિ અને પુત્ર સાથે રહે છે. દોઢ વર્, પહેલા યુવતી હુસેનના સંપર્કમાં આવી હતી. આ પછી બંને ફોન અને મેસેજથી વાત કરતાં હતાં. હુસેને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેની સાથે મુલાકાત પણ કરવા લાગ્યો હતો. 


દરમિયાન યુવકે પરણીતાને અસારવા સિવિલ હોસ્પિટલે કામથી બોલાવી હતી, ત્યારે હુસેને પ્રેમિકાના પતિ અને પુત્રીને મારી નાંખવાની ધમકી આપી પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ સમયે યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. આ પછી તો યુવકે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. 


યુવક યુવતીને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી અલગ અલગ હોટલમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. થોડા દિવસ પહેલા પણ યુવકે પ્રેમિકાને મળવા બોલાવી હતી. જોકે, યુવતીએ આવવાનો ઇનકાર કરી દેતાં ફરીથી તેણે પતિ-પુત્રને મારી નાંખવાની ધમકી આપી શરીરસુખ માણ્યું હતું. અંતે આ બધાથી કંટાળી યુવતીએ પરિવારજનોને વાત કરી હતી. આ પછી પરણીતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


Palanpur: પબજી રમતા રમતા યુવતીને બિહારના યુવક સાથે થઈ ગયો પ્રેમ, મળવા પાલનપુર બોલાવ્યો ને પછી તો....


પાલનપુરઃ  તાજપુરામાં રહેતી એક યુવતીને પબજી ગેમ રમતાં રમતાં બિહારના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવક સાથે પ્રેમ થઈ જતાં તેને લવા માટે પાલનપુર બોલાવ્યો હતો. આ પછી પિતરાઇ ભાઇના ઘરમાંથી રૂપિયા 70,000ની કિંમતના સોનાના દાગીના ચોરી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, યુવતીને પબજી  ગેમ રમવાની લત લાગી હતી. દરમિયાન યુવતી બિહારના મધુમની જીલ્લાના ખેડીબાંકા ગામના મહંમદ અરમાન નસીમ શેખના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. યુવતીએ ફોન કરી અરમાનને પાલનપુર બોલાવ્યો હતો. તેમજ આ પછી પિતરાઇ ભાઇના ઘરમાંથી ભાભીના કુલ રૂપિયા 70,000ની કિંમતના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગઈ હતી. ઘરે ઝેરોક્ષ કઢાવવાનું બ્હાનુ કરી નીકળી હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


22 વર્ષિય યુવતીના માતા- પિતાનું 15 વર્ષ પહેલા નિધન થયું હતુ. આ પછી પિતરાઇ ભાઇ અને ભાભીએ યુવતીને ઉછેરી હતી. જેના લગ્ન પણ કરાવ્યા હતા અને સાસરે આવતી જતી હતી. ઘરનો તમામ વ્યવહાર પણ યુવતી જ કરતી હતી.