સુરત: મોટા વરાછા ખાતે હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટા વરાછાની શિવાન્ત બિલ્ડીંગમાં માતાએ પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતાએ 3 વર્ષની દીકરીને ગળેફાંસો આપ્યો હતો. પ્રથમ માતાએ પુત્રીને ગળેફાંસો આપ્યો અને બાદમાં પોતે પણ મોતને વ્હાલું કરી લીધું. ઘટના બનતા જ ઉતરાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જો કે, સાચી હકિકતનો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
અજાણી યુવતી સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરવી ખેડૂતને 3.45 કરોડમાં પડી
સુરત: મોટા વરાછા વિસ્તારમાં રહેતા ખેડુતને મીસકોલ કરનાર મહિલા સાથે ફેન્ડશીપ કરવાનું ભારે પડ્યું છે. બનાસકાંઠા જીલ્લાની મહિલાએ ખેડુતને ફોન ઉપર મીઠીમીઠી પ્રેમભરી વાતો કરી લલચાવી વિશ્વાસમાં લીધા બાદ પરિવાર સાથે તેમની આબુમાં આવેલ હોટલનો લોચો દુર કરવા, રાજસ્થાનના જોધપુરમાં આવેલ હવેલી રિનોવેશન કરવા તેમજ માતા-પિતા તેમજ પોતાની સારવાર કરવા સહિતના કોઈના કોઈ બહાને કુલ રૂપિયા ૨.૪૫ કરોડ પડાવી છેતરપિંડી કરી હતી.
ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા બ્રાહ્મણ ફળિયુ ખાતે રહેતા ખેડુત મુકેશ દિનેશભાઈ દેસાઈએ ગતરોજ બનાસકાંઠાના વડગામના મેઘાળના ચેતના ઉર્ફે પુજા ઉર્ફે મધુ વાઘજી વિહોળ,ઉફે જગદીશ દેસાઈ, વાઘજી ઉર્ફે જગદીશ દેસાઈ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ વાવાઝા વિહોળ, ભુપતસિંહ વાધ, રાજેન્દ્રસિંહગ દોલાજી, જ્યોતિબેન દેસાઈ સામે ફરિયાદ નોંધાલી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૩માં તેમના મોબાઈલમાં સોનીયા પટેલ નામની યુવતીનો મીસકોલ આપ્યો હતો. જેથી તેઓએ સામે કોલ કરતા સોનીયાએ તેના સહિત પરિવારના સભ્યોના નામ જણાવી સારી રીતે ઓળખતા હોવાનુ કહી તેની ફ્રેન્ડ તે તમારા સમાજની છે કહી વાતચીત શરુ કરી હતી.
તો બીજી તરફ પુજા દેસાઈએ તેની પરિસ્થિતિ ખરાબ છે તેની આબુમાં રાધાક્રિષ્ણા નામે હોટલ આવેલી છે, તેના ભાગીદારે પચાવી પાડી છે તેને પૈસાની જરૂર છે તમે મદદ કરો કહી બે દિવસ બાદ પુજા દેસાઈ સાથે વાત કરાવી હતી. ત્યારબાદ પુજા દેસાઈ સાથે ફ્રેન્ડશીપ કરી પ્રેમભરી મીઠીમીઠી વાતો કરતા હતા. પુજાએ તેની આબુની રાધાક્રિષ્ના હોટલ મારા ભાગીદારે પડાવી લીધી છે. મારા દાદાની રાજસ્થાન જોધપુરમાં હવેલી આવેલી છે અને અત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ છે કહી તેના પિતા વાઘજી અને માતા જ્યોતિબેન તરીકે ઓળખ આપી તેમની હોટલ ૧૭ થી ૧૮ કરોડની છે તમે પૈસાની મદદ કરો તો હોટલ છોડાવી તમને પૈસા પરત આપી દઈશ. આ ઈમોશનલ વાત કરી ખેડૂતને વિશ્વાસમાં લીધા હતા.
શરુઆતમાં ટોળકીએ આંગડીયા પેઢી મારફતે પાલનપુર ખાતે ૫ લાખ મંગાવ્યા હતા. આ રીતે ટુકડે ટુકડે કરી જુન ૨૦૧૩થી ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં ટુકડે ટુકડે ૧,૦૫,૦૦,૦૦૦, જાન્યુઆરી ૨૦૧૪ થી ડસેમ્બર ૨૦૧૪ સુધીમાં ૧,૦૯,૦૦,૦૦૦, સન ૨૦૧૫માં માતાની કીડનીનું, ભાઈનું હાથના ઓપરેશનના બહાને ૭૦ લાખ અને સન ૨૦૧૬માં પિતાને હાર્ટના ઓપરેસનના બહાને રૂપિયા,૨૦,૬૯,૦૦૦, ૨૦૧૭માં પુજા પોતે બિમાર હોવાનુ કહી ૨૫ લાખ, આ રીતે ટોળકીએ કોઈના કોઈ બહાને ટુકડે ટુકડે કરી રૂપિયા ૩,૫૫,૬૯,૦૦૦ પડાવ્યા હતા. ટોળકીએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી હતી પરંતુ મુકેશભાઈ પાસે તેની અબ્રામા ગામની જમીન વેચાણના આવેલા આ તમામ રૂપિયા વપરાય જતા પૈસા આપવાની ના પાડતા તેઓ ફોન કરવાના ઓછા કરી દીધા હતા. મુકેશભાઈએ તેના મિત્ર મારફતે બનાસકાંઠાનો સંપર્ક કાઢી રૂપિયા ૧૦ લાખ પરત અપાવ્યા હતા જયારે બાકીના રૂપિયા ૩,૪૫,૬૯,૦૦૦ નહી આપી છેતરપિંડી કરી હતી.