RAJKOT : રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં અને ત્યારબાદ બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં રસ્તેથી પસાર થયેલા નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ ઘટના રાજકોટના જામનગર રોડ પર ઘટી હતી. મૂળ ઝઘડો રાજકોટ ફાયર વિભાગમાં ફરજ બજાવતો અરશીલ આરીફ ખોખર અને તેની પત્ની સોનિયા ખોખર વચ્ચે થયૉ હતો. ત્યારબાદ ઝઘડો સોનિયાના મામાના પરિવાર અને સોનિયાના પતિના પરિવાર વચ્ચે થયૉ હતો, જેમાં વચ્ચે પડેલા એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. 


અરશીલ ખોખરે  પત્ની સોનિયાને ચરિત્રની શંકાએ ત્રાંસ આપ્યો 
આ સમગ્ર કેસમાં સોનિયા શેખના જણાવ્યા મુજબ  ફાયર વિભાગમાં ફરજ બજાવતો  તેનો પતિ  અરશીલ આરીફ ખોખર ચરિત્રની શંકા અને અન્ય કારણોથી અવારનવાર માનસિક અને શારીરિક ત્રાંસ ગુજારાતો હતો. અરશીલે  ત્યાં સુધી આરોપ લગાવ્યો કે તેની પત્ની સોનિયાને પોતાના સસરા સાથે પણ આડા સંબંધો છે. અરશીલે  તેની પત્ની સોનિયાને મારીને ઘરેથી કાઢી મૂકી હતી. 


અરશીલના પરિવારે સોનિયાના મામા સાથે ઝઘડો થયૉ 
આ દરમિયાન સોનિયાના મામા જાહિદ મહમ્મદ શેખ ઘરે મોડા આવતા સોનિયાની મામી દિલશાદે ફોન કર્યો હતો, ત્યારે જાણવા મળ્યું કે સોનિયાનો પતિ અરશીલ આરીફ ખોખર, અજીલ આરીફભાઈ ખોખર,આરીફ ખોખર અને મીનાજબેન આરીફ ખોખર ચારેય શખ્શોએ સોનિયાના મામાને સાંઢિયા પુલ ખાતે જકડી રાખ્યો છે.બનાવની જાણ થતાં દિલશાદ પણ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આરોપીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.


ફાયરિંગમાં રસ્તેથી પસાર થતા નિર્દોષની હત્યા 
આ દરમિયાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થતા રસ્તેથી પસાર થતા જીએસટી વિભાગમાં કમિશનર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ દાતી ઝઘડો શાંત કરવા વચ્ચે પડયા હતા. આ દરમિયાન સોનિયાના દિયર અજીલ આરીફ ખોખર કે જે આર્મીમાં ફરજ બજાવતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાં સુભાષભાઈ દાતીનું મૃત્યુ થયું હતું. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી અરશીલ આરીફ ખોખર, અજીલ આરીફભાઈ ખોખર,આરીફ ખોખરની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.