Crime News: સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પરણીત મહિલા સાથેના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી છે. આ મામલે સરથાણા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.  પતિના હાથમા પત્નીનો મોબાઈલ ફોન આવી જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.


પ્રેમિકાએ પ્રેમીને કોલ પર ગામથી જલ્દી આવાનું જણાવ્યું હતુ. ગામથી પ્રેમી આવતાની સાથે જ પતિની હત્યાનો પ્લાન હતો. પતિએ કોલ રેકોર્ડિંગ સાંભળી લેતા સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યો હતો. પ્રેમીના ગામથી આવતાની સાથે જ  પતિએ તેની હત્યા કરી નાખી હતી. સુરતના લસકાણા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ મામલે  સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.


યુવતીના ઘરે જઇને છેડતી કરી ને પછી ચપ્પૂના ઘા કર્યા


મહીસાગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, અહીં એક એવો પ્રેમી પોલીસના હાથે ચઢ્યો છે, જે એકતરફી પ્રેમમાં પાગલ હતો અને તેને યુવતીની છેડતી કર્યા બાદ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બનાવ મહિસાગર જિલ્લાના જુફરાલી ગામમાં બન્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, હાલમાં જે ઘટના સામે આવી છે, તે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામની છે, અહીં જુફરાલી ગામમાં એકતરફી પ્રેમીએ પોતાની પસંદગીની યુવતીની હત્યાની કોશિશ કરી છે, ખરેખરમાં ઘટના એવી છે કે, અહીં જુફરાલી ગામે એક પ્રેમી એક યુવતીના પ્રેમમાં એટલો બધો પાગલ હતો કે, જ્યારે તે યુવતીને સગાઇ અન્ય યુવક સાથે થઇ તો તે ગુસ્સે ભરાઇ ગયો હતો, આ પ્રેમ એકતરફી પ્રેમમાં અંધ હતો. પાગલ પ્રેમીનું નામ વિજય ઠાકોર છે અને તે લુણાવાડા તાલુકાના જુફરાલી ગામે રહે છે, આ ઘટના બાદ તે વહેલી સવારે યુવતીના ઘરે જઇ ચઢ્યો હતો, અને ત્યાં જઇને યુવતીને કહ્યું કે, હું તને મનોમન ચાહુ છુ, પસંદ કરું છુ અને તે તારી સગાઇ અન્ય યુવક સાથે કરી છે, તે તોડી નાંખ, બસ આટલુ કહ્યા બાદ પ્રેમી વિજય ઠાકોરે યુવતીને છેડતી કરી હતી, છેડતી કર્યા બાદ પાગલ પ્રેમીએ યુવતી પર ચપ્પૂના ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ પોલીસે પાગલ પ્રેમી આરોપી વિજય ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિજય ઠાકોર ચારણગામમાં શેઠના ત્યાં પૈસા લેવા આવ્યો તે દરમિયાન પોલીસની પકડમાં આવી ગયો હતો. હાલ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.