સુરત: શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે વાસુ નામ ધારણ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને યુવક અને યુવતીએ પાર્ટનરશીપમાં મેરેજ ઇવેન્ટનું કામ શરૂ કર્યું ત્યારે વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. તો બીજી તરફ ઓફિસ શીફટીંગ વેળા આધારકાર્ડ મળતા આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સુરતના વેસું વિસ્તારમાં રહે છે અને મહેંદી મુકવાનું કામ કરે છે. 24 વર્ષની આ યુવતી એક લગ્નપ્રસંગમાં મંડપ ડેકોરેશનનું કામ કરતા મૂળ રાજસ્થાનના 27 વર્ષના વસીમ અકરમના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વસીમની ધરપકડ કરી છે.
અમદાવાદમાં લિફ્ટમાં પાડોશી યુવકે સગીરાની કરી છેડતી
અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં પાડોશી યુવકે સગીરાની છેડતી કરી હતી. ત્યાર બાદ પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઓઢવમાં ધૂળેટીના દિવસે ભર બપોરે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. યુવકે યુવતીને કહ્યું કે, તારા પરિવારને પતાવી દઇશું અને તને પણ ઉઠાવી જઇશું. આમ સોસાયટીમાં જ સગીરાને ધમકી આપવામાં આવતા અરેરાટી મચી ગઈ છે.
ગીર ગઢડામાં CRPF જવાને યુવતી પર ગુજાર્યો બળાત્કાર
ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા
મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. ઘઉનો પાક એકઠો કરવાા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.