Crime News: સુરતમાં હત્યાનો સિલસીલો યથાવત છે. આજે એક જ દિવસમાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજે મિત્રો સાથે ચા પીવા ગયેવા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી હત્યાનો કિસ્સો અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી છે. બે સાથી સિક્યોરિટી ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી છે. માથામાં બેટ અને લાકડીના ફટકા મારી હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા.
વેસ્ટર્ન હાઇટ્સમાં ત્રણેય સિક્યોરિટી અને કાર સફાઈનું કામ કરતા હતા. મૃતક યુવક બદ્રીસિંહ વધુ કાર સાફ કરતો હોવાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી. રામપાલ અને રમાકાન્ત નામના ઈસમ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એક જ દિવસમાં બે હત્યાના બનાવથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વધુ એક યુવકની ઘાતકી હત્યા
સુરતમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ સાથ વારે સામે આવી રહી છે. આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે. સનાતન રાજ અભિમન્યુ સ્વાઈ નામના 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. ઝઘડો થતો જોઈ પરત ફરતા બે બાઇક ચાલકોએ ટક્કર મારી પાડી દીધા હતા. બન્ને મિત્રોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું એકની હાલત ગંભીર છે. પાંડેસરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખાડિયામાં મહિલાએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 35 વર્ષીય મહિલાને વર્ષો સુધી લગ્નની લાલચ આપી યુવકે સબંધ બાંધ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મહિલા એક આંખે જોઈ શકતી નહોતી અને એક આંખે સામાન્ય જોઈ શકતી હતી. જેનો લાભ ઉઠાવી પ્રેમીએ વારંવાર શરીરસંબંધ બાંધ્યો હતો, એટલું જ નહીં પ્રેમીના કહેવાથી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પ્રેમીને રેલવેમાં નોકરી લાગતા મહિલા સાથે લગ્નનો ઇન્કાર કર્યો હતો. મહિલાએ ખાડિયા પોલીસ મથકે રાકેશ સોનાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડામાં થોડા દિવસ પહેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે હોલમાંથી લોહીથી ખરડાયેલી મહિલાની લાશ મળી હતી. પોલીસે ચાની કિટલીવાળાની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ઇજ્જાત બચાવવા મહિલાએ બુમો પાડતા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે મહિલાને લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હતી.