Crime News: સુરતના લાલગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી હતા. હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ત્યારે ક્રૂરતા પૂર્વકની હત્યા અને હીચકારી મચાવી દે તેવા સીસીટીવીના દ્રશ્યો જોવા મળ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીના આધારે એક વ્યક્તિને અટકાયત કરી અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.


સુરતના લાલગેટ ખાતે આવેલ લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે અંદાજે બે થી ચાર વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા ભિક્ષુકે લાકડાના ફટકા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી છે. ભિક્ષુક રસ્તા પર જઈ રહ્યો હતો તે દરમિયાન તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઘટના સ્થળે જ મોત નીપજાવી કાઢ્યું હતું. મારનાર ભિક્ષુક હત્યા કરી બિન્દાસ્ત રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘટનાની જાણ વહેલી સવારે પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે. લાલગેટ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારને પણ પકડવા તપાસ કરી રહી છે.


ભિક્ષુકને માથાના ભાગમાં ઉપરા છાપરી સાતથી આઠ લાકડાના ફટકા મારી ઘટના સ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.બાદમાં મારનાર ભિક્ષુક હત્યા કરી બિન્દાસ રીતે ચાલ્યો ગયો હતો. હાલ તો લાલગેટ પોલીસે હત્યાના સીસીટીવીને આધારે આગળની તપાસ શરૂ કરી છે. હત્યાની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ઘટના તરફ પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.


સગીરાને ભગાડી જનાર 4 સંતાનાના પિતા એવા વિધર્મીની અજમેરથી ધરપકડ


૧૭ વર્ષની તરૂણીને વિધર્મી ભગાવી જતા ખળભળાટ મચી ગયો હતો. સુરતના લાજપોર ગામની ઘટના સામે આવી છે. ચાર સંતાનોનો પિતા હિન્દુ તરૂણીને વિધર્મી ભગાવી જતાં મામલો તંગ બન્યો હતો. જોકે, પોલીસે આરોપી અબ્દુલ હમીદની અજમેરથી ધરપકડ કરી લીધી છે. તેમજ 17 વર્ષીય સગીરાનો છૂટકારો કરાવ્યો છે. આરોપી સગીરાને ટ્રેન મારફત અજમેર લઈ ગયો હતો. પોલીસે મોબાઇલ સર્વેન્સને આધારે આરોપીને અજમેરથી ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીને લઈ અજમેરથી સુરત આવવા રવાના થઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગત 8મી ઓક્ટોબરે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને પુરુષ લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો. આ અંગે અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.