અમદાવાદ: અમદાવાદ SOG એ વડોદરા SSG હોસ્પિટલમાંથી ભાગી ગયેલા  આરોપીની ધરપકડ કરી છે.  કિરણ ઉર્ફે બાદશાહ પારૈયા નામના આરોપીને જૂના વાડજમાંથી ધરપકડ કરી છે.  વડોદરા પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હતો.  


અમદાવાદના નારણપુરામાં ચોરીના ગુનામાં આરોપીને પાસા કરવામાં આવ્યા હતા.  પાસા થતાં વડોદરા જેલમાં કેદી આરોપી બીમાર થતા સારવાર માટે SSG હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.  ફરાર આરોપી વડોદરાથી ફરાર થઇ જૂના વાડજમાં ભાઈના ઘરે રોકાયો હતો. 


વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો પાસાનો આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. મોડી રાત્રે ફરાર થઈ ગયેલા આરોપીને શોધવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. ફરાર આરોપી વડોદરાથી  અમદાવાદ આવ્યો હતો અને SOGના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નારણપુરામાં ચોરીના ગુનામાં આરોપીને પકડ્યા બાદ પાસા હેઠળ તેને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી દારૂ પીવાની કુટેવ વાળો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો.


આરોપીને માનસિક તકલિફ થઈ જતા વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી અહીંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આરોપી રાત્રિના 1.30 વાગ્યે નજર ચૂકવી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.