નવસારી:  ચીખલીના નાકોડા જવેલર્સ લૂંટનો મુખ્ય આરોપી 8 વર્ષ બાદ નવસારી એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.  નવસારી એલસીબીએ રાજસ્થાન જેલથી આરોપીનો કબજો મેળવ્યો છે.  ચીખલીના એસટી ડેપો વિસ્તાર પાસે આવેલ નાકોડા જ્વેલર્સમાં વર્ષ-2016મા સાંજના સમયે કેટલાક લૂંટારુઓએ લાખોના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. 


આરોપી પર 10 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું


આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગુનામાં નાસતો ફરતો હોય જેના પર પોલીસ દ્વારા રૂ. 10 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું. જે આરોપીનો કબજો નવસારી એલસીબીએ રાજસ્થાનના બેંગુ જેલમાંથી મેળવ્યો છે. નવસારી પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓની રિવાઇઝ યાદીમાં 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. 


ચીખલી પોલીસ સ્ટેશને લવાયો


ચીખલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી નાકોડા જવેલર્સમાં વર્ષ-2016માં થયેલી લૂંટના ગુનામાં મુખ્ય સુત્રધાર આરોપી શેતાનસિંગ ખેમાભાઇ બારીયા (રહે. મહેંદીખેડા, આંતરવેલીયા, કલ્યાણપુરા, જાંબુઆ, એમપી)નો ગુનાહિત ઇતિહાસ ચકાસી વર્ક આઉટમાં હતા. દરમિયાન આરોપી શેતાનસિંગ રાજસ્થાનના ચિતોડગઢ રાવત ભાટા પો.સ્ટે.ના ગુનામાં રાજસ્થાનના બેંગુ સબજેલમાં હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોર્ડે ટ્રાન્સફર વોરંટ આધારે તેનો બેંગુ જેલમાંથી કબજો મેળવી ચીખલી પોલીસ સ્ટેશને લવાયો હતો.


ચીખલીના એસટી ડેપો વિસ્તાર પાસે આવેલ નાકોડા જ્વેલર્સમાં વર્ષ-2016મા સાંજના સમયે કેટલાક લૂંટારુઓએ લાખોના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગુનામાં નાસતો ફરતો હોય જેના પર પોલીસ દ્વારા રૂ. 10 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું.જે આરોપીનો કબજો નવસારી એલસીબીએ રાજસ્થાનના બેંગુ જેલમાંથી મેળવ્યો હતો. 


આરોપી શેતાનસિંગ રાજસ્થાનના ચિતોડગઢ રાવત ભાટા પો.સ્ટે.ના ગુનામાં રાજસ્થાનના બેંગુ સબજેલમાં હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ આર.એસ.ગોહિલ, નવસારી એલસીબીએ ટ્રાન્સફર વોરંટ આધારે તેનો બેંગુ જેલમાંથી કબજો મેળવી ચીખલી પોલીસ સ્ટેશને લવાયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા નવસારીનો એક, સુરતના બે, વડોદરાનો એક, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ મળી સાત ગુના ડિટેકટ કરવામાં સફળતા મેળવી હતી.  


સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી


સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે 4 આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પુછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો. 


રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1 શખ્સ ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે.


સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી.પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.