અમદાવાદઃ શહેરના ઇસનપુરમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ઝઘડા ચાલતા હતા. ચંડોળા તળાવ પાસેનો બનાવ છે. હત્યા કરી પતિ ફરાર થયો છે. ઇસનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઇસનપુર પોલીસને ગઈ કાલે 25મી ડિસેમ્બરે મેસેજ મળ્યો હતો કે, ચંડોળા તળાવ પાસે શાહઆલમમાં બંગાળી વાસમાં હત્યાનો બનાવ બન્યો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, પતિએ તેની જ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાંખી છે અને હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. 


મૃતક હલીમાં બીબી ઉર્ફે મેરીના બીબી સાથે કમરુલ રજાક શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પતિ બંગાળમાં રહેતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બંનેના આ ત્રીજા લગ્ન હતા. હત્યારા પતિને બે પત્નીઓ છે અને તે બંગાળમાં રહે છે. હલીમાં બીબી સાથે લગ્ન પછી તે વચ્ચે વચ્ચે અહીં આવતો હતો. હત્યાના થોડા દિવસ પહેલા કમરુલ શાહઆલમ આવ્યો હતો. 


આ સમયે બંને વચ્ચે તકરાર થતાં કમરુલે પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. તેમજ હત્યા પછી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પાડોશીઓ અને તેના પુત્રને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. 


Surat : ડ્રાઇવરને બહાર ઊભો રાખી બિઝનેસમેને કારમાં જ યુવતી સાથે માણ્યું શરીરસુખ ને પછી તો....


સુરતઃ કતારગામના હીરાના વેપારીએ પરણીત યુવતીને નોકરીને લાલચ આપીને કારમાં જ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વેપારીએ પોતાના ડ્રાઇવરને બહાર વોચ રાખવા ઉભો રાખી યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને નોકરીને લાલચે કારમાં બેસાડી ઈચ્છાપોર ભેંસાણ રોડ પર પેટ્રોલપંપની સામે ખેતરમાં લઈ જઈ પરાણે સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 


આ ઘટનાથી હેબતાઇ ગયેલી પરણીતા શનિવારે રાતે પોતાના પરિવાર સાથે ઈચ્છાપોર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, બનાવા અડાજણ પોલીસની હદમાં બન્યો હોવાથી ત્યાં પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસે 37 વર્ષીય ડાયમન્ડ બિઝનેસમેન સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. 


પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, વેપારી 24મી ડિસેમ્બરના બપોરે પરિણીતાને નોકરી આપવાની વાત કરી અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. આરોપી ડ્રાઈવર સાથે ત્યાં આવી પરિણીતાને કારમાં બેસાડી ઈચ્છાપોર-ભેસાણ રોડ પર લઈ ગયો હતો. દરમિયાન વાત કરવાના બહાને આરોપીને કારમાંથી ડ્રાઇવરને ઉતારી દીધો હતો. આ પછી કાર ખેતરમાં લઈ જઈ કારમાં 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 


પરણીતા અગાઉ કાપોદ્રામાં હીરાના કારખાનામાં નોકરી કરતી હતી. આરોપીને પરણીતા સાથે મુલાકાત થતાં તેણે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કામ હોય તો કહેવા જણાવ્યું હતું. આથી પરિણીતાને નોકરી છૂટી જતાં આરોપીને સંપર્ક કર્યો હતો. 15 દિવસ પહેલા પરણીતાએ આરોપીને ફોન કર્યો હતો. તેમજ બંને મોબાઇલ પર વાત અને મેસેજ કરતાં હતા.