અમદાવાદઃ શહેરમાં વધુ એક બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. વટવા વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સગીરાને પ્રેમજળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. અઢી વર્ષ બાદ પોલીસ કોન્સ્ટેબલ અનિલ લાઘવા સામે ફરિયાદ નોંધાઈ છે. અઢી વર્ષ પહેલાં કોન્સ્ટેબલ અનિલે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે.પ્રેમીએ યુવતીના ભાઇને ધમકી આપી હતી પોલીસે ઠગાઇ, દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોધ્યો હતો.
ભોગ બનનાર પીડિતાએ કહ્યું કે, બનાવ 2019માં મારી સાથે બન્યો હતો. પહેલીવાર 14-7-2019માં પહેલીવાર બનાવ બન્યો. બીજી વાર 30-9-2019માં બનાવ બન્યો. આ વ્યક્તિ નારોલમાં મારી મમ્મી સાથે પોલીસમાં જોબ કરતા હતા. મારી મમ્મીએ તેમની સાથે મારા લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. આથી તે મને જોવા આવ્યા હતા. તેમને અને પરિવારના સભ્યોને ગમતી હતી. પરંતુ તેમના દાદાને હું ગમતી નહોતી. તેઓ કહેતા કે દાદા માની જશે એટલે લગ્ન કરાવી દઈશું. આ વ્યક્તિ અત્યારે નારોલમાં ફરજ બજાવે છે.
ભોગ બનનારની માતાએ કહ્યું કે, તેને કડકમાં કડક સજા થવી જોઇએ. મારી દીકરી શિકાર બની ત્યારે તે સગીર હતી. મારી દીકરીને સ્કૂલેથી લઈ જઈને ગુનો આચાર્યો છે. મારી દીકરીના ફોટા પાડેલા છે. મારી દીકરી સાથે ત્રણ વખત ગુનો આચરેલ છે.
આ અંગેની વિગતો એવી છે કે, વટવાની 19 વર્ષીય યુવતી સગીર હતી, ત્યારે તેના વિસ્તારમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન ભોગ બનનાર પુખ્ત થતાં લગ્ન કરવાની વાત કરતા આરોપી ઉશ્કેરાયો હતો અને તેના ભાઇને ધમકી આપી હતી. 19 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. યુવતી અભ્યાસ કરે છે.
વર્ષ 2019માં વટવાના રાધે પાર્કમાં રહેતા અનિલ લાધવા નામનો શખ્સ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે ફોન પર વાતો થવા લાગી હતી. અનિલે યુવતીને મળવા માટે બોલાવી હતી. યુવતી અનિલને મળવા માટે ગઈ હતી. બાદમાં અનિલે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીને લગ્નની લાલચ આપીને અનિલ દુષ્કર્મ આચરતો હતો. અનિલે યુવતીને ફોન કરીને મળવા બોલાવી શરીરસુખ માટે કહ્યું હતું. જોકે, યુવતીએ ના પાડી દેતા અનિલ ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા અનિલે યુવતીને ધમકી આપી હતી અને યુવતીના ભાઈને પણ ધમકી આપી હતી. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોક્સો, સહિત ઠગાઇની ફરિયાદ નોધાવી હતી.