Amravati Murder Case: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 22 જૂને 50 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવાના કેસમાં NIA દ્વારા કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યારાઓના નામ મુદસ્સીર અહેમદ, શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, અતીબ રાશિદ, યુસુફ ખાન, શાહિમ અહેમદ અને ઈરફાન ખાન છે. પોલીસે આ તમામ આરોપીઓ પર UAPA એક્ટ લગાવી દીધો  છે.


મૃતકે નૂપુર શર્માના સમર્થનમાં કરી હતી પોસ્ટ 
પોલીસે આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસ હત્યાનું કારણ તરીકે ફેસબુક પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ સ્વીકારી રહી છે. NIAએ આ આરોપીઓ સામે કમિટીંગ એક્ટ ઓફ ટેરર ​​હેઠળ કેસ પણ નોંધ્યો છે.


આરોપીએ રેકી કરી ઘડ્યું હત્યાનું કાવતરું ઘડ્યું 
અમરાવતી પોલીસ સૂત્રોએ જણાવ્યું કે 19 જૂને હત્યારાઓ અતિબ, શોએબ અને ઈરફાનની મીટિંગ થઈ હતી. 21 જૂને દુકાન પાસે ત્રણ લોકો ઉભા હતા, જેમણે ઉમેશ કોલ્હેની દરેક ક્ષણની માહિતી પાસે ઉભેલા ત્રણ હુમલાખોરોને આપી હતી.


હત્યા કરવા માટે વપરાયેલી છરી 12-14 ઇંચ લાંબી હતી. શોએબે  આ છરી તેના એક મિત્ર પાસે 300 રૂપિયામાં ખરીદી હતી.  પોલીસ તે મિત્રને શોધી કાઢ્યો છે જેણે તે છરી વેચી હતી. આ સમગ્ર ઘટના બાદ ઈરફાને હત્યારાઓને ભાગવા માટે ફોર વ્હીલર વાહન આપ્યું હતું. હત્યારા યુસુફ ખાને ઉમેશ કોલ્હે પાસેથી રૂ. 2 લાખની દવા ઉધાર લીધી હતી.


હત્યાનો માસ્ટરમાઈન્ડ નાગપુરમાં હતો
ઉમેશ કોલ્હેની હત્યાનો માસ્ટર માઈન્ડ ઈરફાન શેખ નાગપુરમાં હતો. તે વ્યવસાયે મેડિકલ સ્ટોરનો સંચાલક હતો. પોલીસે રવિવારે સવારે તેની ધરપકડ કરી હતી. કોલ્હેની 21 જૂનની રાત્રે 10:30 વાગ્યે હત્યા કરવામાં આવી હતી. ઈરફાને હત્યાનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું અને આ કામ માટે આરોપીઓને 10-10 હજાર રૂપિયા આપ્યા હતા.