Crime news: અમરેલીના લાઠી તાલુકાના જાનબાઈ દેરડીના સીમ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકનું મર્ડર થયું હોવાની ઘટના સામે આવી છે. દારૂ પીને બોલાચાલી કરતાં સસરાના માથામાં જમાઈએ લાકડાનો ધોકો માર્યો હતો, જેના કારણે ગંભીર ઈજા થવા છતાં સસરાએ સારવાર લેવાની ના પાડતાં બીજા દિવસે તેમનું મોત થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.


લાઠીના જાનબાઈ દેરડીના સીમ વિસ્તારમાં મધ્યપ્રદેશના પ્રતાપભાઈ ચૌહાણ (ઉ.વ.45) પરિવાર સાથે રહીને મજૂરી કરતા હતા. ત્રણ દિવસ પહલા સસરા-જમાઈને રાતના સમયે બોલાચાલી થઈ હતી. સસરાએ દારૂ પીધો હોવાથી ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી કરતાં જમાઈએ સસરાને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. માથાના ભાગે લાકડાનો ધોકો વાગતા સસરાને ગંભીર ઈજા થઈ હતી. સસરાએ સારવાર લેવાની ના પડતા વહેલી સવારે મોતને ભેટ્યા હતા. જે બાદ મૃતકના પત્નીએ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.


 સુરેન્દ્રનગરઃ પત્ની ભાગી જતાં શોધખોળથી કંટાળીને થાકેલા પતિએ ગળાફાંસો ખાધો


સુરેન્દ્રનગરના મુળી પોલીસ મથકના કમ્પાઉન્ડમાં સડલા ગામના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મુળી પોલીસ મથકે કમ્પાઉન્ડ માં અવાવરૂ જગ્યા પાસે જાડ ઉપર ગળે ફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું હતું.  પત્ની ઘરે થી ભાગી જતા તેની શોધખોળથી કંટાળી ગળે ફાંસો ખાતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.


ઉંઝાના ઉનાવા ત્રિભોવન ફાર્મ પાસે અજાણ્યા વાહન ચાલકે એક વ્યકિતને મારી ટક્કર


રાજ્યમાં બેફામ ગતિએ વાહનો દોડાવાના કારણે હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ઉંઝાના ઉનાવા ત્રિભોવન ફાર્મ પાસે અજાણ્યા વાહન ચાલકે એક વ્યકિતને ટક્કર મારી હતી. જેમાં તેનું મોત થયું હતું. ઉનાવા પોલિસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.


પાટનગર ગાંધીનગરમાં અકસ્માતના 2 અલગ બનાવમાં 2 લોકોના મોત નીપજ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં કારચાલકે બાળકને કચડ્યો હતો, જ્યારે કોલવડામાં યુવકનું મોત થયું હતું. બંને બનાવની પોલીસ ફરિયાદ નોંધવામા આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.


આ પણ વાંચોઃ


હાઈકોર્ટનો મોટો ફેંસલોઃ 15 વર્ષની મુસ્લિમ છોકરી પસંદગીના યુવક સાથે કરી શકે છે નિકાહ !