Crime News: પાટણ વિસ્તારમાં સભ્ય સમાજને કલંકિત કરતી ઘટના સામે આવી છે.  અહીં શંખેશ્વરમાં બનેલી ઘટનાથી માનવતા શર્મસાર થઈ છે. આ અંગે વિગતે વાત કરીએ તો,ભરત ઠાકોર નામના યુવકે 11 વર્ષીય મુકબધીર દીકરી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પડોશમાં રહેતા નરાધમે બાળકી મુકબધીર હોવાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું.




ગણતરીના કલાકોમાં જ હવસખોર ભરત ઠાકોરની અટકાયત


ઘટના બાદ શંખેશ્વર પોલીસ પણ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ હવસખોર ભરત ઠાકોરની અટકાયત કરી લીધી હતી. બાળકીના પિતાની ફરિયાદ આધારે પોલીસે 376 તેમજ પોસ્કોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. આ ઉપરાંત શંખેશ્વર પોલીસે ઘટના સ્થળે પહોંચી FSLની કાર્યવાહી પણ શરુ કરી હતી.


સુરતમાં બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીના નજીકના વ્યક્તિએ જ માસુમને હવશનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે. સચીન નવસારી મેઇન રોડ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય નરાધમે છેલ્લા બે માસથી રાત્રીના સુમારે તેના ઘરે રહેવા માટે આવેલ દુરના સંબંધીની સાત વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર કરતો હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


સચીન નવસારી રોડ પાલ્મમેરા ખાતે રહેતા મોહમદ અનવરહુસૈન મોહમંદ યાસીન શેખએ સાત વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. છેલ્લા બે મહિનાથી મોહમદ અનવરહુસૈન રોજ રાત્રીના સુમારે બાળકીને તેની હવસનો શિકાર બનાવતો હતો. બનાવ અંગે બાળકીએ તેના બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોને વાત કર્યા બાદ આખો મામલો બહાર આવતા પોલીસે ગુનો દાખલ કરી નરાધમ મોહમદ અનવરહુસૈન યાસીન શેખ સામે ગુનો નોધી ધરપકડ કરી છે. 


મોહમદ અનવરહુસૈન શેખ લુમ્સના ખાતામાં નોકરી કરે છે


વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નરાધમ મોહમદ અનવરહુસૈન શેખ લુમ્સના ખાતામાં નોકરી કરે છે અને ત્રણ છોકરાઓ પૈકી એક છોકરાના લગન થઇ ગયા છે. ભોગ બનનાર બાળકી તેની સંબંધીની જ છોકરી છે તેઓ આસામ રહેતા હોવાથી બાળકીને મોહમદ અનવરહુસેનના ઘરે એક વર્ષથી રહેવા માટે મુકી ગયા હતા. બાળકી મદરેસામાં અભ્યાસ કરે છે. પોલીસે મોહમદ અનવરહુસૈનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.