બનાસકાંઠાઃ થરાદ પંથકની સગીરાને ફેસબુક ઉપર પ્રેમ થતા સુરતથી આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત બન્નેને જોઈ જતા ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે સગીરાની કડક પૂછપરછમાં દુષ્કર્મ આચર્યાની કબૂલાત કરી. થરાદ પોલીસે યુવક સામે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પંથકની સગીરાને ફેસબૂક પર સુરતના યુવક સાથે પરિચય થયો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. દરમિયાન યુવક સગીર પ્રેમિકાને મળવા થરાદ પહોંચી ગયો હતો. અહીં તેણે ખેતરમાં સગીરા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, બંનેને ખેડૂત જોઈ ગયા હતા. આથી ખેડૂતો શાળાના શિક્ષકને જાણ કરી દીધી હતી. 


આ અંગે શિક્ષકે સગીરાના પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. જેથી સગીરાની પૂછપરછ કરતાં તેણે મૂળ મધ્યપ્રદેશના અને સુરત રહેતા યુવક સાથે ફેસબૂક પર પરચિયત થયો હોવાનું જણાવ્યું હતું. બંનેએ મોબાઇલ નંબરની આપલે કરતાં વોટ્સએપ અને ફોનથી વાત શરૂ કરી હતી. જેથી બંનેને પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 19મી જાન્યુઆરીએ યુવક સગીરાને મળવા તેના ગામના પાટીયા પાસે આવી ગયો હતો. 


આ પછી બંને નજીકના રાયડાના ખેતરમાં ગયા હતા અને અહીં વાતો કરી હતી. આ સમયે યુવકે સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, ખેતરવાળા ખેડૂત જોઈ જતાં સગીરા ત્યાંથી જતી રહી હતી, ત્યારે યુવક પકડાઇ ગયો હતો. આ પછી પરિવારે યુવક સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


સુરતઃ સુરતમાં માતાએ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી દીધી અને પુત્રે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પુત્ર રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો, ત્યારે માતા બહાર પહેરો ભરી રહી હતી. પીડિતના પરિવારને ધમકી પણ આપી હતી. અડાજણ પોલીસે માતા-પુત્રની અટકાયત કરી છે. 


મહિલાએ જ કિશોરીને ઘરે બોલાવી હતી. પુત્રે રૂમમાં જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. અડાજણ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, આરોપી મહિલાએ સગીરાને ઘરે બોલાવી હતી. તેમજ આ પછી સગીરાને પુત્રના હવાલે કરી દીધી હતી. આ પછી યુવક સગીરાને તેના રૂમમાં ઢસડી ગયો હતો અને સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સુરતના સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં દુષ્કર્મ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 


આરોપી યુવક અને તેની માતાની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. સગીરાની મેડિકલ તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, જાણવા મળી રહ્યું છે કે, યુવકને આ સગીરા સાથે પ્રેમસંબંધ હતો. આરોપી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો. તેણે સગીરાને ધમકી આપી હતી કે, તેની સાથે લગ્ન નહીં કરે તો મરી જઈશ. ગત14મીએ બપોરે આરોપીની માતાએ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. પછી પુત્ર સાથે ઘરના રૂમ મોકલી દીધા હતા. તેમજ તેઓ ઘરના બહાર પહેરો ભરવા બેસી ગયા હતા.


યુવકે રૂમમાં સગીરા સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો આ સમગ્ર મામલે સગીરાનાં પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.