ભરુચઃ ગરુડેશ્વર તાલુકાની સગીરાનું યુવકે બાઇક પર અપહરણ કરીને સાત દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ ગુરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે યુવકો અને સગીરાની ભાભી સામે ગુનો નોંધીને વધુ તપાસ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે, ગત 23મી મેના રોજ બપોરના સગીરા અને તેની ભાભી ખેતરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ખેતરે પહોંચીને તેની ભાભીએ રાયસિંગપુરાના યુવકને ફોન કરી ખેતરે બોલાવ્યો હતો. આથી બે બાઇક પર બે યુવકો આવી પહોંચ્યા હતા.
એક બાઇક પર સગીરાની ભાભી અને અન્ય બાઇક પર સગીરાને બેસાડી હતી. દરમિયાન સગીરા સાથે જઈ રહેલ યુવકે જાનથી મારી નાંખવાની ધમકી આપી તેને અંકલેશ્વર ઉપાડી ગયો હતો. અહીં તેને 29મી સુધી એક ઓરડીમાં ગોંધી રાખી હતી. તેમજ અહીં જ સગીરાની મરજી વિરુદ્ધ યુવકે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ 29મી મેના રોજ સગીરાને તેના ગામ પાસે છોડી દીધી હતી.
સગીરા ઘરે પહોંચતા પરિવારે પૂછપરછ કરતાં સમગ્ર આપવીતી તેણે જણાવી હતી. આથી પરિવારે બળાત્કારી યુવક અને મદદગારી કરનાર અન્ય યુવક અને યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Navsari : 17 વર્ષીય છોકરાને 15 વર્ષની છોકરીને થઈ ગયો પ્રેમ, રાત્રે વાડીમાં માણ્યું શરીરસુખ ને પછી.....
નવસારીઃ વાંસદા તાલુકાની 15 વર્ષીય સગીરા પર 17 વર્ષીય છોકરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે છોકરો સગીરાને બાઇક પર બેસાડીને વાડીએ લઈ ગયો હતો અને અહીં જ રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
શનિવારે સગીરા ઘરે પરત ફરતાં પિતાએ છોકરા સામે બળાત્કાર અને પોક્સોનો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે, એક જ ગામાં રહેતા બંને છોકરા-છોકરી એકબીજાના પ્રેમમાં હતા.
શુક્રવારે સાાંજે આ કપલ બાઇક પર બેસીને નીકળી ગયું હતું અને છોકરો સગીર ગર્લ ફ્રેન્ડને મિત્રની વાડીએ લઈ ગયો હતો. તેમજ અહીં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. આ સમયે બંનેએ શારીરિક સંબંધ પણ બાંધઅયા હતા. તેમજ શનિવારે બપોરે બન્ને કિશોરના ઘરે ગયા હતા.
આ અંગે સગીરાના પિતાને ખબર પડી જતાં તેમણે વાંસદા પોલીસ સ્ટેશનમાં સગીર સામે બળાત્કાર અને પોક્સ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સગીરના માતા-પિતા વુરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાવી હતી. નવસારી એસસીએસટી સેલે વધુ તપાસ હાથ ધરી છે.