Bharuch News:  ભરૂચમાં ગુરૂ જ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા સરસ્વતિ વિદ્યાલયનાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈ ગઈ છે. નાપાસ કરવાની ધમકી આપતો ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10 માં ભણતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી . માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી અને 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું .

આ ઉપરાંત તા 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. જે બાદ તેણે પોતાની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી હતી. પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી . આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.


હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે શરીર સુખ માણતો હતો સસરો, પુત્રવધૂ પહોંચી પોલીસ સ્ટેશન ને પછી...


ઉત્તરપ્રદેશના બદાયું રોડવેઝ બસ સ્ટેન્ડની સામે આવેલી અજંતા હોટલમાં પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો હતા. આ કેસમાં પોલીસે અજંતા હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તાને શનિવારે જેલમાં મોકલી આપ્યો હતો. હોટલના માલિક સુભાષ દુઆની શોધ ચાલી રહી છે. અહીં સર્ચ દરમિયાન વિવિધ રૂમોમાંથી ઘણી બધી વાંધાજનક સામગ્રી મળી આવી છે. દરોડા દરમિયાન પોલીસ દ્વારા હોટલના રૂમો ખોલવામાં આવતાં પાંચ મહિલાઓ સહિત 10 લોકો ઝડપાયા હતા. દરેક જણ કઢંગી સ્થિતિમાં હતા. પોલીસે તેમને પકડીને પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતો. આ ઉપરાંત હોટલના મેનેજર સુધીર કુમાર ગુપ્તા પણ ઝડપાયા હતા. જે બાદ હોટલને તાળું મારી દેવામાં આવ્યું હતું. મોડી સાંજે પોલીસની એક ટીમ ફરી હોટલમાં ગઈ હતી અને હોટલની તલાશી લેતા ત્યાંથી તમામ વાંધાજનક સામગ્રી મળી આવી હતી.


સીઓ સિટી આલોક મિશ્રાએ શુક્રવારે મોડી રાત્રે હોટલના માલિક સુભાષ દુઆ અને મેનેજર સુધીર કુમાર ગુપ્તા સામે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે રૂમમાંથી પકડાયેલા યુગલોને અંગત બોન્ડ પર છોડવામાં આવ્યા હતા, શનિવારે બપોરે પોલીસે હોટેલ મેનેજર સુધીર કુમાર ગુપ્તાને જેલમાં મોકલી દીધા હતા. હોટલમાંથી સાડા પંદર હજાર રૂપિયા અને એક રજીસ્ટર પણ મળી આવ્યું છે.


એક મહિલા તેના પ્રેમી સાથે હોટલમાં આવી હતી, જ્યારે એક તેના દીયર સાથે આવી હોવાની કબૂલાત કરી હતી. એક મહિલા પાડોશી અને નજીકના વ્યક્તિ સાથે આવી હતી. ઇસ્લામનગરના વડીલ એક મહિલા સાથે શરીરસુખ માણવા આવ્યા હતા. મોડી રાત્રે તેની પુત્રવધુ તેને છોડાવવા પોલીસ સ્ટેશન આવી હતી. જેને લઈ વડીલનું માથું તેની સામે શરમથી ઝૂકી ગયું હતું. સીઓ સિટી આલોક મિશ્રાએ કહ્યું, અજંતા હોટલમાંથી માત્ર પાંચ કપલ જ નથી પકડાયા પરંતુ અનેક વાંધાજનક સામગ્રી પણ મળી છે. હોટલના મેનેજરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે, જ્યારે માલિકની શોધખોળ શરૂ છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221  નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.