ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકની પજવણીથી ત્રાસી જઈ દવા પી પોતાની જાતને સળગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, ભાવનગરના ઘોઘા તાલુકાના હાથબ ગામ નજીક 18 વર્ષીય યુવતીને ફુલસર ગામે રહેતો પાર્થ બારૈયા નામનો યુવક પરેશાન કરતો હતો. યુવકના ત્રાસથી કંટાળી યુવતી ગઈકાલે પોતાના ઘરે પહેલા ઝેરી દવા પીધી બાદમાં સળગી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર ગણાવી હતી. છેલ્લા 10 દિવસમાં પજવણીના કારણે યુવતીની આત્મહત્યાના પ્રયાસનો આ બીજો બનાવ છે. પ્રથમ મોટા સુરકા ગામે સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં સગીરાનું મોત થયું હતું. હવે ઘોઘા તાલુકાના હાથબ ગામે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ભાવનગર: સગીરાને આત્મહત્યા કરવા મજબૂર કરનારા ત્રણ આરોપીઓ 10 દિવસ બાદ ઝડપાયા
ભાવનગરમાં સગીરા આત્મહત્યા કેસમાં 10 દિવસ બાદ ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળી 10 દિવસ પૂર્વે સગીરાએ આત્મહત્યા કરી હતી. સગીરાને મરવા મજબૂર કરનારા ત્રણ શખ્સની આખરે ધરપકડ કરવામાં આવી છે. વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા નામના શખ્સો સુરકા ગામની સગીરાને શારિરીક સંબંધ બાંધવા તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. છેલ્લા ચાર માસથી વધુ સમયથી માથાભારે શખ્સો યુવતીને ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને સગીરાએ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
સગીરાના મોતના દસ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતા પાટીદાર યુવકો સગીરાના પરિવારની વ્હારે આવ્યા હતા અને રેન્જ આઈજી ગૌતમ પરમારને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રેન્જ આઈજીએ પણ મૃતકના પરિવારને ન્યાયની ખાતરી આપી પોલીસને તાત્કાલિક આરોપીની ધરપકડના આદેશ કર્યા હતાં. આખરે મોડી રાત્રે પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી.
CRIME NEWS: આણંદમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા લગ્ન
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે પરિણિતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરણિતાનાં દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા. અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા કરી છે કે હત્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા