Bhavnagar Crime News:  ભાવનગરના ભાલ પંથકનાં ગણેશગઢ મેવાસા રોડ ઉપર મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતી પરણીતા કટલેરી વેચવા માટે ભાલ વિસ્તારમાં ગઈ હતી એ દરમિયાન હત્યા કરવામાં આવી છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં 302 મુજબ હત્યાનો ગુનો દાખલ થયો છે.

પાંચ દીકરાની માતા દક્ષાબેન રાઠોડ નામની મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. જેના કારણે પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અવાર-નવાર રીક્ષામાં લઈને જનાર સાજણ અલગોતર વિરુદ્ધ તેમના પતિએ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.


ચૂંટણીમાં માત્ર 14 મતથી હારનારા આ નેતાનું હાર્ટઅટેકથી મોત


મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા. રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. અમુક સ્થળે કોંગ્રેસે પણ સારુ પ્રદર્શન કર્યુ છે.  આ દરમિયાન રીવામાં હાર મળ્યાના તાત્કાલિક બાદ આઘાતમાં એક કોંગ્રેસ ઉમેદવારનું મોત નીપજ્યુ છે. રીવાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવાર હરિનારાયણએ જીવ ગુમાવ્યો છે. તેમને અપક્ષ ઉમેદવાર સામે માત્ર 14 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


રીવા હનુમનાના વોર્ડ 14ના કોંગ્રેસ પાર્ટીએ હરિનારાયણને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ હનુમના મંડશના અધ્યક્ષ પણ હતા. હરિનારાયણને જીતની પૂરી આશા હતી પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો તેમની આશા તૂટી ગઈ. અપક્ષ ઉમેદવારે તેમને 14 વોટથી હરાવ્યા. હરિનારાયણ હારનો આઘાત સહન કરી શક્યા નહીં. તેમને હાર બાદ તરત જ હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત નીપજ્યુ. હરિનારાયણના મોતથી તેમના પરિજનો અને સમર્થકોની ખરાબ હાલત છે. હરિનારાયણે ચૂંટણીમાં જીત માટે આકરી મહેનત કરી હતી.


15 વર્ષ કોંગ્રેસ માટે કામ કર્યું


કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર હરિનારાયણ ગુપ્તા 15 વર્ષીય પાર્ટીના કાર્યકર હતા. તેઓ હનુમાન નગરમાં પાર્ટીને મજબૂત કરનાર કોંગ્રેસી તરીકે ઓળખાતા હતા. કોંગ્રેસે વોર્ડ નંબર 9માંથી હનુમાન મંડળના પ્રમુખ હરિનારાયણ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. અહીં તેમની સામે ભાજપના ઉમેદવાર ઓમ પ્રકાશ ગુપ્તા મેદાનમાં હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું કે હરિ નારાયણ ગુપ્તા છેલ્લા બે મહિનાથી સતત કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા હતા.


હરિ નારાયણનું નામ અધ્યક્ષ પદની રેસમાં હતું


હરિ નારાયણ ગુપ્તાનું નામ પ્રમુખ પદ માટે ચાલી રહ્યું હતું. મતગણતરી બાદ હનુમાન નગર પરિષદમાં પણ કોંગ્રેસને જીત મળી હતી, પરંતુ હરિનારાયણ પોતે હારી ગયા હતા, તેથી તેઓ હારનો આઘાત સહન ન કરી શક્યા અને હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું.


આ પણ વાંચોઃ


India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક


IND vs WI 2022: ભારત સામેની વન ડે સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, જાણો કોને બનાવ્યો કેપ્ટન


આજથી મોંઘવારીનો બૂસ્ટર ડોઝઃ દૂધ, દહીં, લોટ સહિની વસ્તુ થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો


America Firing: અમેરિકાના ઈન્ડિયાનામાં આડેધડ ફાયરિંગ, હુમલાખોર સહિત 4ના મોત