ભાવનગરઃ હવસખોર શિક્ષકને દોરડેથી બાંધી કરાવાઇ ઉઠબેઠ, પછી લાકડી લાકડીએ ફટકાર્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, મથાવાડાની શ્રમજીવી પરિવારની સગીર દીકરીને મથાવડા પ્રાથમિક શાળાનો શિક્ષક ગિરીશ રાવળ ભગાડી ગયો હતો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં નરેશ નામની વ્યક્તિએ મદદગારી કરી હતી. આ અંગે સગીરાએ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસ ફરિયાદ પછી ભોગ બનનાર સગીરાને તબીબી તપાસ માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આજે મુખ્ય આરોપી ગિરીશ રાવળને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ પછી આરોપી શિક્ષકની પોલીસે જાહેરમાં જ સરભરા કરી હતી.
પોલીસે આરોપી શિક્ષકને જાહેરમાં ઉઠબેઠ કરાવી હતી. એટલું જ નહીં, તેને જાહેરમાં જ ફટકારતાં લોકોએ ચિચિયારીઓ કરી મૂકી હતી અને તેનું પેન્ટ કાઢીને ફેરવવાની લોકોએ માંગ કરી હતી. એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે કાન પકડીને માફી પણ મગાવી હતી.
ભાવનગરઃ તળાજાના મથાવડા ગામમાં બે દિવસ પહેલા સગીરા પર બળાત્કાર ગુજારનારા હવસખોર પ્રાથમિક શાળાના શિક્ષકને પોલીસે પકડીને ફટકાર્યો હતો. હવસખોર શિક્ષકનું સરઘસ કઢાતાં તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને મારા મારોના નારા લગાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -