Bihar Crime News:  બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 44 વર્ષની કાકી અને 14 વર્ષની સગીર ભત્રીજાના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. મહિલાના પતિએ ગ્રામજનોની મદદથી બંનેના લગ્ન કરાવ્યા હતા. મહિલાને ત્રણ બાળકો પણ છે. મામલો 12 સપ્ટેમ્બરનો છે પરંતુ હવે આ મામલો સામે આવ્યો છે. સંબંધોને શરમજનક બનાવતો આ કિસ્સો જિલ્લાના વનમાંખી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. મામલો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  મહિલાને તેના પતિએ ભત્રીજા સાથે શરીરસુખ માણતી વખતે પકડી લીધી હતી. જે બાદ પતિએ જબરજસ્તીથી બંનેના લગ્ન કરાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.


મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે


મળતી માહિતી મુજબ મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે. ગ્રામજનોએ મહિલાના પતિને તેની પત્ની અને ભત્રીજા વચ્ચેના અનૈતિક સંબંધો અંગે જાણ કરી હતી. જે બાદ પતિ ચોરીછૂપીથી ગામમાં આવ્યો હતો. ત્યારબાદ પત્ની અને 14 વર્ષના ભત્રીજાને કઢંગી  હાલતમાં ઝડપી લીધા હતા. ત્યારપછી ગામલોકોની મદદથી બંનેના લગ્ન થયા હતા. સગીરે તેની કાકીને સિંદૂર પણ ભર્યું હતું. લગ્ન કર્યા બાદ મહિલાએ ભત્રીજાના પગને પણ સ્પર્શ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આખા ગામના લોકોને બંને વચ્ચેના ગેરકાયદે સંબંધોની જાણ હતી. આ અંગે સગીરના પરિવારજનોને પણ જાણ થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ મહિલાના પતિને ફોન પર જાણ કરી હતી.


ગ્રામજનોના દબાણને કારણે સગીરનો પરિવાર કંઈ કરી શક્યો ન હતો.


પતિએ તેની પત્ની અને ભત્રીજાને રૂમમાં વાંધાજનક હાલતમાં પકડ્યા ત્યારે તેના ઘર પાસે ગ્રામજનોનું ટોળું ઉમટી પડ્યું હતું. ગ્રામજનોએ મહિલાના પતિ પર બંનેના લગ્ન કરાવવા દબાણ કર્યું. પછી બંનેના લગ્ન ગામમાં જ થયા. આ દરમિયાન ગ્રામજનો લાકડીઓથી સજ્જ થયા હતા. ગ્રામજનોના ડરથી મહિલા અને સગીરાએ લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન સગીરનો પરિવાર પણ સ્થળ પર હાજર હતો, પરંતુ ગ્રામજનોના ડરને કારણે તેઓ આ લગ્નનો વિરોધ કરી શક્યા ન હતા. મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. મહિલાના પતિ અને અન્ય ગ્રામજનો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.