નવાદાઃ બિહારના નવાદા જિલ્લામાં પ્રેમમાં પાગલ બનેલા પ્રેમિએ કરેલી હરકત ચર્ચાનો વિષય બની છે. પ્રેમિકાને મળવા તલપાપડ બનેલો પ્રેમી તેનો ભાઈ બનીને પ્રેમિકાના સાસરીમાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેની પોલ ખૂલી ગઈ અને આ કારણે પકડાઈ ગયો હતો. જે બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. મહિલાની અરજીના આધારે જ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
કેવી રીતે પહોંચ્યો હતો મળવા
મળતી વિગત પ્રમાણે, યુવક માસિયાઈ બનીને પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. સાસરિયાએ પણ તેની ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. બુધવારે રાત્રે તે પ્રેમિકાના ઘરે જ રોકાયો હતો. મોડી રાત્રે તે પ્રેમિકાના રૂમમાં પહોંચ્યો હતો. . તેની હરકતો ભાઈ-બહેનવાળી ન હોવાથી યુવતીના સાસરિયાને તેના પર પહેલાથી જ શંકા હતી.
પકડાયા બાદ માસિયાઈ ભાઈનું રટણ ચાલું રાખ્યું
મધરાતે જયારે તે પ્રેમિકાના રૂમમાં પહોંચીને શરીર સુખ માણવાની તૈયારી કરતો હતો ત્યારે યુવતીના સાસરિયા પહોંચી ગયા અને તેની પૂછપરછ કરી. શરૂઆતમાં તેણે માસિયાઈ ભાઈ હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું પરંતુ બાદમાં ધોલધપાટ કરીને કડકાઈથી પૂછપરછ કરવામાં આવતાં પોલ ખૂલી ગઈ હતી.
મામલાનું સમાધાન કરવા દિવસરાત થયા પ્રયત્નો
જે બાદ યુવતીના સાસરિયા તેને પકડીને સીતમઢી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં દિવસ પર મામલાનું સમાધાન કરવાના પ્રયાસ કરવામાં આવ્યો પણ કોઈ ઉકેલ ન આવ્યો. જે બાદ પ્રેમિકાએ તેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં ખળભળાટ મચાવનારો સ્ટોન કિલર હત્યાના બે કેસમાં નિર્દોષ છૂટી ગયો, જાણો શું છે કારણ ?
Rajkot News: રાજકોટ શહેરમાં હાહાકાર મચારનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેષ રામાવતને કોર્ટ બે કેસમાં નિર્દોષ છોડ્યો છે. ચકચારી સ્ટોન કિલર કેસમાં સેશન્સ કોર્ટ ચૂકાદો આપ્યો છે. વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે હજુ બે હત્યા કેસના ચુકાદાઓ બાકી હોવાથી આરોપી હિતેષ રમાવાતને જેલમાં મોકલ્યો છે. વર્ષ 2016માં રાજકોટમાં એક બાદ એક સ્ટોન કિલિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસે ખૂબ જ મહેનત કરી હતી.
આરોપી હિતેષ ઉપર એક વર્ષમાં ખૂનના ત્રણ ગુના નોંધાયા હતા. 2016માં સ્ટોન કિલરનો કેસ ખૂબ ચગ્યો હતો. રાજકોટમાં ઉપરાછાપરી સ્ટોન કિલિંગની ઘટના આવતાં લોકોમાં તે સમયે ડરનો માહોલ છવાયો હતો. જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ કોર્ટે અપૂરતા પુરાવાના આધારે તેને નિર્દોષ જાહેર કર્યો છે.