છોટાઉદેપુર : બોડેલીના જબુગામમાં કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. મહિલા સંચાલક સાથે ચાર મહિલા અને છ પુરુષ ગ્રાહકો ઝડપાયા છે. જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. જબુગામની વિધવા કૈલાસબેન ઉર્ફે સંગીતા તડવી જબુગામથી ખુલ્લી જગ્યામાં દેહ વ્યાપાર માટે વડોદરાથી યુવતીઓ બોલાવતી હતી. તેમજ કૂટણખાનું ચલાવતી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુર જિલ્લા એલસીબીને જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં જ કૂટણખાનું ચાલતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે ગઈ કાલે રાત્રિના સુમારે પોલીસ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડતાં મહિલા સંચાક ઉપરાંત ચાર યુવતીઓ અને છ ગ્રાહકો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે મોબાઇલ ફોન નંગ 5 કિંમત રૂ 19000 તથા રોકડા રૂ 1155 સાથે કૈલાસબેનને પકડી લીધી હતી.
મહિલા સંચાલક સહિત તમામને બોડેલી પોલીસ મથકમાં સોંપાતા બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મહિલા દલાલ સાથે 4 યુવતીઓ અને 6 ગ્રાહકો મળી કુલ 11 જણાને ઝડપી લેવાયા હતા.
Crime News: મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા મુજબ, 40 વર્ષીય મહિલાને 25 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેમાં તેનો જૂનો પ્રેમી આડખીલી રૂપ બની રહ્યો હતો. તેણે નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીને ગોળી મરાવીને હત્યા કરાવી હતી. આ મામલે પોલીસે મહિલા તથા તેના નવા પ્રેમીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની બાઇક, એક દેશી તમંચો, 3 નંગ કારતૂસના ખાલી ખોખા અને બે મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.
શું છે મામલો
જાણકારી મુજબ ચાકઘાટ પોલીસ સ્ટેશનના પ્રબારી અરવિંદ સિંહ રાઠેડે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ સંતલાલ આદિવાસીએ ફરિયાદ નોંધાવી હતી. જેણે જણાવ્યું કે, રાકેશ ઉર્ફે કલ્લુ આદિવાસી 2 ફેબ્રુઆરીએ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી. બીજા દિવસે તેની લાશે કોરાવંમાં નહેરના કિનારેથી મળી હતી. અજાણ્યા લોકો દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ એસએસપી નવનીત ભસીને 4 ફેબ્રુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપીએની ધરપકડ માટે દિશાનિર્દેશ આપ્યા.