Crime News : જૂનાગઢ શહેરમાં દુષ્કર્મની ફરીયાદ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતી સાથે બળજબરી કરવામાં આવી. જૂનાગઢના બે યુવકો સામે ફરિયાદ કરવામાં આવી છે.  ભોગ બનનાર યુવતી ને પરાણે દારૂ પીવરાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. 

Continues below advertisement


Valsad : મિત્ર બબીતાને ઉછીના આપેલા રૂપિયા બન્યા સિંગર વૈશાલીની હત્યાનું કારણ, કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?


વલસાડઃ ગાયિકા વૈશાલી મર્ડર કેસ ડિટેકટ થયો છે. વલસાડ જિલ્લા પોલીસે 6 ટીમ બનાવી તમામ પ્રકારના સર્વેલન્સની મદદથી ગુનો ડિટેકટ કર્યો છે. વૈશાલી બલસારાની મહિલા મિત્ર  બબીતા જ નીકળી વૈશાલીના મર્ડરની માસ્ટર માઈન્ડ. પૈસાની લેતી દેતીને લઇને થઈ હતી હત્યા.  વૈશાલીની હત્યા માટે બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યાં હતા. જે પરત આપવાની બબીતાએ આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી છે.


ગત  શનિવારે વૈશાલી બબીતા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી હતી અને રવિવારે તેનો મૃતદેહ મળ્યો હતો. ફોરેન્સિક પીએમમાં તેની ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે  આરોપીઓને પકડવા માટે 8 ટીમ બનાવી હતી અને 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. ગણતરીના દિવસોમાં કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. વૈશાલીએ બબીતાને અમુક રકમ વ્યાજે આપી હતી. તે રકમ પરત આપવી ન પડે તે માટે વૈશાલી બલસારાની કિલર પાસે હત્યા કરવી હોવાનું સામે આવતા વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાન્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.


વલસાડમાં પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી, જેથી પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.